Travel Tips: ઓછા ખર્ચમાં વિદેશ ફરવા ઇચ્છો છો ? આ પાંચ જગ્યાઓનો બનાવો પ્લાન
Travel Tips: અહીં અમે તમને એવી પાંચ જગ્યાઓ વિશે જણાવીશું જ્યાં તમે બજેટમાં પણ મજાની રજાઓ માણી શકો છો. તો આવો જાણીએ એ અદભૂત જગ્યાઓ વિશે... વિદેશ પ્રવાસ એ ઘણા લોકોનું સપનું હોય છે, પરંતુ બજેટના કારણે આ સપનું ઘણીવાર અધૂરું રહી જાય છે. જો તમે પણ ઓછા ખર્ચે વિદેશ પ્રવાસ કરવા માંગો છો, તો અમે તમારા માટે કેટલાક બેસ્ટ સ્થળોની યાદી લાવ્યા છીએ. આ પાંચ દેશોમાં તમે ઓછા બજેટમાં પણ શાનદાર સફરનો આનંદ માણી શકો છો.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appમાલદીવઃ - માલદીવ તેના સુંદર બીચ અને લક્ઝરી રિસોર્ટ માટે જાણીતું છે. જો કે આ જગ્યા મોંઘી લાગે છે, પરંતુ અહીં રહેવાના ઘણા બજેટ વિકલ્પો છે. સફેદ રેતાળ દરિયાકિનારા અને સ્વચ્છ વાદળી પાણી તમારી સફરને યાદગાર બનાવશે.
નેપાળઃ - નેપાળ ભારતનો પડોશી દેશ છે અને અહીંયા ટૂર કે ટ્રાવેલ કરવી ખૂબ સસ્તી છે. નેપાળની રાજધાની કાઠમંડુ તેના પ્રાચીન મંદિરો અને સુંદર પર્વતો માટે પ્રખ્યાત છે. તમે અહીં ટ્રેકિંગ અને પર્વતારોહણ જેવી સાહસિક રમતોનો આનંદ પણ લઈ શકો છો.
ભૂટાનઃ - ભૂટાન એક શાંતિપ્રિય અને સુંદર દેશ છે. અહીંની સંસ્કૃતિ અને પ્રાકૃતિક સૌંદર્ય જોવા લાયક છે. ભારતીય નાગરિકો માટે ભૂટાનની મુસાફરી સસ્તી અને સરળ છે. પારો અને થિમ્પુ જેવા શહેરો તમારી સફરને ખાસ બનાવશે.
શ્રીલંકા: - શ્રીલંકા તેના દરિયાકિનારા અને પ્રાચીન મંદિરો માટે જાણીતું છે. કોલંબો, કેન્ડી અને ગાલે જેવા શહેરોની મુલાકાત લેવાનો આનંદ માણો. શ્રીલંકાની મુસાફરી તમારા બજેટમાં સરળતાથી કરી શકાય છે અને અહીંની સુંદરતા તમને મંત્રમુગ્ધ કરી દેશે.
થાઈલેન્ડઃ - ભારતીય પ્રવાસીઓમાં થાઈલેન્ડ ખૂબ જ લોકપ્રિય છે. અહીં મુસાફરી સસ્તી છે અને બેંગકોક, પટાયા અને ફૂકેટ જેવા શહેરોમાં ફરવા માટેના ઘણા વિકલ્પો છે, થાઈલેન્ડ તેના સ્વાદિષ્ટ ભોજન, નાઇટલાઇફ અને શોપિંગ માટે પણ પ્રખ્યાત છે.