Hair Care Tips: મોંઘી હેર ટ્રીટમેન્ટને છોડો, વાળની દરેક સમસ્યાને દૂર કરવા, અજમાવી જુઓ કપૂર તેલ
જો તમે હેલ્ધી અને સારા વાળ માટે દરેક ઉપાય કરીને કંટાળી ગયા હોવ તો એક વાર કપૂર તેલ જરૂર અજમાવો, તે ફાયદાકારક છે અને તેની કોઈ નકારાત્મક અસર પણ નથી.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appકપૂર ઓઇલ હેરની મોટાભાગની સમસ્યાનો લાજવાબ ઇલાજ છે. ખરાબ લાઇફસ્ટાઇલ અને ફૂડ હેબિટના કારણે આ હેર અને સ્કિનને લઇને અનેક સમસ્યા થવી સ્વાભાવિક છે.
કપૂર લગાવવાથી સ્કેલ્પનો બ્લડ સંચાર સુધરે છે. આ વાળના વિકાસને પ્રોત્સાહન આપે છે. પોષણ મેળવવાથી વાળના મૂળ મજબૂત બને છે.જેથી હેરલોસની સમસ્યા પણ દૂર થાય છે.
કપૂરમાં મોઇશ્ચરાઇઝિંગ ગુણ હોય છે, જો તેનું ઓઇલ વાળ પર લગાવવામાં આવે તો હેરની ડ્રાઇનેસ દૂર થાય છે. સ્પિલ્ટ એન્ડ ખતમ થઇ જાય છે.
કપૂર એ ડેન્ડ્રફ વિરોધી તત્વ છે, તેની એન્ટિફંગલ તત્વ ઇન્ફ્લેમેશનને ઓછું કરે છે. સ્કેલ્પને મોઇશ્ચરાઇઝ કરીને સ્વસ્થ રાખે છે.
જો પ્રદૂષણને કારણે સ્કેલ્પમાં ખંજવાળ આવતી હોય તો પણ કપૂરનું તેલ ફાયદાકારક સાબિત થાય છે. કપૂરમાં કુદરતી પીડાનાશક ગુણ હોય છે જે માથાની ચામડી પર કોઈપણ પ્રકારના ચેપને કારણે થતી ખંજવાળ અને સોજાને અને બળતરા ઘટાડે છે.
જો વાળ ખૂબ તૂટતા હોય તો કપૂર તેલ વાળને મજબૂત બનાવી શકે છે. વાળના ફોલિકલ્સ મજબૂત બને છે અને વાળનો ગ્રોથ પણ વધે છે.સફેદ વાળની સમસ્યામાં પણ કપૂરનું તેલ ફાયદાકારક સાબિત થઈ શકે છે. તે લાંબા સમય સુધી તમારા વાળને કુદરતી રીતે કાળા રાખવામાં મદદ કરી શકે છે.
કપૂર અને નાળિયેર તેલને સમાન માત્રામાં મિક્સ કરો, તેને તમારા માથાની ચામડી અને મૂળમાં લગાવો, તેને તમારા વાળમાં 20 થી 30 મિનિટ સુધી રાખો અને પછી વાળના શેમ્પૂથી ધોઈ લો.