સાવધાન! નકલી મેડિસિન જીવનને મૂકશે જોખમમાં, આ રીતે અસલી મેડિસિનની કરો ઓળખ, જાણો સરળ રીત
નકલી દવાઓનું સેવન કરવાથી વ્યક્તિનું સ્વાસ્થ્ય બગડી શકે છે. આટલું જ નહીં, બહાર પાડવામાં આવેલી ઘણી દવાઓ એટલી હાનિકારક છે કે તે જીવને પણ જોખમમાં મૂકે છે. તો બોગસ દવા અને અસલી દવાને કેવી રીતે પારખવી જાણીએ
Download ABP Live App and Watch All Latest Videos
View In Appજો કોઈ વ્યક્તિ દુર્ઘટનામાં ઘાયલ થાય કે પછી બીમાર પડે. તેથી આવી સ્થિતિમાં તે ડૉક્ટર પાસે જાય છે. અને ડૉક્ટર તેને દવાઓ લખી આપે છે.
સામાન્ય ચેપ અને ગંભીર રોગોની સારવાર માટે ડોકટરો દવાઓ આપે છે. પરંતુ ક્યારેક એવું જોવા મળ્યું છે કે બજારમાં નકલી દવાઓ પણ વેચાય છે અને જો આ દવાની ખરીદી થઇ જાય તો જિંદગી પર જોખમ વધી શકે છે.
નકલી દવાઓનું સેવન કરવાથી વ્યક્તિનું સ્વાસ્થ્ય બગડી શકે છે. આટલું જ નહીં, બહાર પાડવામાં આવેલી ઘણી દવાઓ એટલી હાનિકારક છે કે તે જીવને પણ જોખમમાં મૂકે છે.
ડોકટરો દવાના રેપરને જોઈને જ કહી શકે છે. દવા અસલી છે કે નકલી? પરંતુ તમે જાતે પણ તપાસ કરી શકો છો કે દવા અસલી છે કે નકલી. કેવી રીતે જાણીએ...
કોઈ દવા ખરીદો ત્યારે તેના પર બનાવેલ યુનિક કોડને ચોક્કસપણે તપાસો. લગભગ દરેક દવાના રેપર પર એક અનોખો કોડ છપાયેલો હોય છે. જેમાં મેન્યુફેક્ચરિંગ ડેટથી લઈને લોકેશન અને દવાની સપ્લાય ચેઈન સુધીની માહિતી હોય છે.
નકલી દવાઓના ઉત્પાદકો અસલી ફાર્માસ્યુટિકલ કંપનીઓના નામ અને ડિઝાઇનની નકલ કરી શકે છે. પરંતુ તેમાં દાખલ કરેલ QR કોડની નકલ કરી શકાતી નથી. દરેક દવા માટે બનાવેલ ટેક્સ કોડ યુનિક હોય છે.
ઉલ્લેખનિય છે કે, ₹100 થી વધુ કિંમતની તમામ દવાઓ પર QR કોડ મૂકવો ફરજિયાત છે. જો કંપની આવું નહીં કરે તો તેને દંડ થઈ શકે છે.