Health tips: ખાલી પેટે ચિયા સીડ્સનું સેવન કરવાથી શરીરને થાય છે આ અદભૂત ફાયદા. આ રીતે કરો ઉપયોગ
ચિયા સીડ્સમાં ઓમેગા -3 ફેટી એસિડ, આયરન, કેલ્શિયમ અને એન્ટિઓક્સિડન્ટ સહિત અનેક પ્રકારના પોષકતત્વો જોવા મળે છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appચિયા સીડસમાં પર્યાપ્ત માત્રામાં ફાઇબર હોય છે. જે પાચનતંત્રના સુધારકનું કામ કરે છે. તેના પાચન તંત્ર દુરસ્ત રહે છે.
ચિયા સીડ્સ બેડ કોલેસ્ટ્રોલના લેવલને ઓછુ કરવામાં મદદગાર છે.
ચિયાના બીજમાં હાજર ઓમેગા-3 ફેટી એસિડ રક્તસંચાર વધારે છે અને ત્વચાની શુષ્કતા અને સોજાને ઘટાડે છે. અને માન્ચેસ્ટરના અભ્યાસ મુજબ, ઓમેગા-3 ત્વચાને યુવી કિરણોત્સર્ગથી બચાવવામાં મદદ કરે છે. બીજ ત્વચાની ઢીલી પ઼ડતી અટકાવે છે
ચિયા સીડ્સમાં ટ્રિપ્ટોન નામનું તત્વ હોય છે. જે ચિંતા અને ડિપ્રેશનની સમસ્યાને નિયંત્રિત કરે છે.
મધુપ્રમેહના દર્દી માટે પણ ઔષધ સમાન છે. જેના સેવનથી બ્લડ સુગર નિયંત્રિત રહે છે.
જો તમે તમારું વજન ઓછું કરવા માંગો છો, તો તમારા આહારમાં ચિયાના બીજનો સમાવેશ કરો. આ બીજ પ્રોટીન અને ફાઈબરથી ભરપૂર હોય છે, જે બંને વજન ઘટાડવામાં મદદ કરે છે. ચિયા બીજ એ દ્રાવ્ય ફાઇબરનો સમૃદ્ધ સ્ત્રોત છે જે આંતરડામાં સારા બેક્ટેરિયાને વધારે છે, જે વજન ઘટાડવામાં આંતરડાના સારા સ્વાસ્થ્ય માટે મહત્વપૂર્ણ નિર્ણાયક ભૂમિકા ભજવે છે.
ચિયાના બીજ તેમના સોજા વિરોધી ગુણધર્મોને કારણે હૃદયના સ્વાસ્થ્ય માટે ઉત્તમ છે. ઉપરાંત, તેમાં હાજર ફાઇબર અને ઓમેગા -3 ટ્રાઇગ્લિસરાઇડ્સ અને ખરાબ કોલેસ્ટ્રોલ (LDL) ઘટાડવામાં મદદ કરે છે.