સ્કિનને માખણ જેવી સ્મૂધ અને રીંકલ ફ્રી રાખવા માટે આપના રસોડામાં મોજૂદ આ વસ્તુનો આ રીતે પ્રયોગ
શિયાળો શરૂ થઈ ગયો છે. આવી સ્થિતિમાં, ત્વચામાં ક્રેકસ, શુષ્ક ત્વચા અને ત્વચા પર સફેદ ધબ્બા દેખાય છે. આ બધા ત્વચા પર શુષ્કતાના સંકેતો છે. ત્વચાની શુષ્કતા દૂર કરવા માટે તમે ઘણા પ્રકારની ક્રીમનો ઉપયોગ કરતા હશો. ક્રિમ મોંઘી હોવા ઉપરાંત, આ ક્રિમ લાંબા સમય સુધી ત્વચાને પોષણ આપવા સક્ષમ નથી અને કેટલીકવાર આ ક્રિમમાં હાનિકારક રસાયણો પણ મળી આવે છે, જે ત્વચાને નુકસાન પહોંચાડે છે. આવી સ્થિતિમાં શિયાળામાં ત્વચાને પોષણ આપવા માટે ક્રીમ લગાવવાને બદલે ચહેરા પર દેશી ઘી લગાવો.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appશિયાળામાં ચહેરાની શુષ્કતાથી છુટકારો મેળવવા માટે આપ દેશી ઘીનો ચહેરા પર મસાજ કરો. . આ નિયમિત રીતે કરવાથી ચહેરાની શુષ્કતા દૂર થશે. જો આ ઉપાયો રાત્રે સુતા પહેલા કરવામાં આવે તો સવારે શુષ્ક ત્વચાની સમસ્યા નહી રહે.
દેશી ઘી ચહેરા પરના સોજો ઓછો કરે છે. ચહેરા પર દેશી ઘીનો ઉપયોગ કરવા માટે રાત્રે સૂતા પહેલા દેશી ઘીથી ચહેરાની મસાજ કરો. સવારે ઉઠ્યા પછી ચહેરાને કોટનના કપડાથી સાફ કરી લો. ત્યાર બાદ સામાન્ય પાણીથી ચહેરો ધોઈ લો.
લેપટોપ પર સતત કામ કરવાને કારણે આંખો થાકી ગઈ હોય તો હળવા હાથે દેશી ઘીથી આંખોની આસપાસ માલિશ કરો. ધ્યાન રાખો, આંખોની માલિશ કરવા માટે આંગળીઓ પર થોડું દેશી ઘી લો. પછી તેને હળવા હાથથી આંખોની આસપાસ મસાજ કરો. ત્યાર બાદ સામાન્ય પાણીથી આંખો ધોઈ લો.
દેશી ઘી ચહેરા પરથી હઠીલા ડાર્ક સર્કલને દૂર કરવામાં મદદ કરે છે. દેશી ઘીનો ઉપયોગ કરવા માટે આંખોની આસપાસ દેશી ઘી લગાવો અને હળવા હાથે મસાજ કરો. આ પછી ચહેરાને સામાન્ય પાણીથી ધોઈ લો. જો તમે સૂતા પહેલા આ કરો છો, તો તમને જલ્દી જ ફરક દેખાશે.