હાર ઝુમખા જ નહી નીતા અંબાણી પાસે નોઝ રિંગનું પણ છે આકર્ષક કલેક્શન, કિંમતી ડાયમંડ નથની જુઓ તસવીરો
દેશના સૌથી અમીર ઉદ્યોગપતિ મુકેશ અંબાણીની પત્ની નિતા અંબાણીનું પણ બિઝનેસ જગતમાં જાણીતું નામ છે, આ સાથે તે તેમની લાઈફસ્ટાઈલ અને ફેશન સેન્સને લઇને પણ લાઇમલાઇટમાં રહે છે.તેમની પાસે ડાયમંડની જ્વેલરીનું અદભૂત કલેકશન છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appનીતા અંબાણી ડાયમંડની જ્વેલરીની ખૂબ જ શોખિન છે. તેમની પાસે કિંમતી ડાયમંડનું જોરદાર કલેકશન છે માંગ ટિકાની સાથે તેમને નથનો પણ ખૂબ શોખ છે.
આ સાથે નીતા અંબાણીના ઈયરિંગ્સના કલેક્શનમાં પર્લ ઈયરિંગ્સ પણ સામેલ છે. નીતા અંબાણીએ દીકરી ઈશા અંબાણીના લગ્નમાં આ સુંદર મોતી અને ડાયમંડ કોમ્બિનેશનનો નેકલેસ પહેર્યો હતો.
પુત્ર આકાશ અંબાણીના લગ્નના એક ફંક્શનમાં નીતા અંબાણીએ ગ્રીન એમરેલ્ડનો સેટ પહેર્યો હતો અને તેની સાથે મેચિંગ નોઝ રિંગ પણ પહેરી હતી. જે ખૂબ જ આકર્ષક હતી.
નીતા અંબાણીના જ્વેલરી કલેક્શનમાં એક ખૂબ જ સુંદર સોનાની નથ પણ છે, આ નથમાં મોટા હીરા જડેલા છે.
આ તસવીરમાં નીતા અંબાણીએ અસલી કુંદનનો સેટ પહેર્યા છે, આ કુંદન સોનામાં જડાયેલો છે. નીતા અંબાણી ખાસ ફંક્શનમાં આ નોઝ રિંગ્સ પહેરે છે.
જો કે નથની ફેશન ઘણા સમય પહેલા આઉટ થઈ ગઈ હતી, પરંતુ તેને રિક્રિએટ કરીને નીતા અંબાણીએ એક નવો ટ્રેન્ડ સેટ કર્યો છે. નીતાના આ પિંક લુકની વાત કરીએ તો નીતાની આ તસવીર પુત્ર આકાશના લગ્નના પ્રી-વેડિંગ ફંક્શનની છે. નીતાનો આ નથ પ્લેટિનમથી બનેલી છે અને તેમાં હીરા જડેલા છે.