Skin Care Tips: વધતી ઉંમરની અસરને ઓછી કરવા માટે આ રીતે કરો બારમાસીના ફુલનું ફેસ પેક, ત્વચા પર આવશે નિખાર
પાર્લરમાં વપરાતી કેમિકલયુક્ત પ્રોડક્ટ્સ બહુ ઓછા લોકોને માફક આવે છે. તેના સ્થાને, એક સસ્તું ફૂલ તમારા ચહેરાને કુદરતી નિખાર આપી શકે છે. બારમાસીના આ ફુલમાં સૌદર્યવર્ધક ગુણોનો ખજાનો છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appદરેક લોકો વૃદ્ધાવસ્થાની અસરને ઓછી કરવા માટે મોંધી બ્યુટી ટ્રીટમેન્ટ કરાવવા ઇચ્ચે છે પરંતુ ટ્રીટમેન્ટ બાદ નિખાર આવે તે નેચરલ અને કાયમી નથી હોતો પરંતુ નેચરલ પ્રોડક્ટસનો ઉપયોગ કરવામાં આવે તો કુદરતી નિખાર આવે છે.
બારમાસીના ફુલ ત્વચાની સમસ્યાઓ માટે રામબાણ ઇલાજ છે. તેને ચહેરા પર લગાવવાથી સૂર્યના અલ્ટ્રાવાયોલેટ કિરણોથી થતી સમસ્યાઓ ઓછી થાય છે. તેના ઉપયોગથી ચહેરાની કરચલીઓ, ફાઈન લાઈન્સ, ડાર્ક સ્પોટ અને આંખોની નીચે ડાર્ક સર્કલ ઓછા થાય છે.
આ ફૂલની પેસ્ટને ચહેરા પર લગાવવાથી ધીમે-ધીમે પિમ્પલ્સ દૂર થઈ જાય છે અને ત્વચામાં એક અલગ જ ચમક આવે છે.
આપ બારમાસીના ફુલને ગુલાબ જળ સાથે મિક્સ કરીને પેસ્ટ બનાવો અને તેને ફેસ પર લગાવો. 30 મિનિટ બાદ મસાજ કરતા કરતા આ પેસ્ટ દૂરીને ફેસ વોશ કરી લો.
બારમાસીના ફૂલોને પીસીને પેસ્ટ બનાવો. તમે આ પેસ્ટમાં દૂધ પણ ઉમેરી શકો છો. આ પેસ્ટને ચહેરા પર લગાવો અને 30 મિનિટ બાદ ફેસ વોશ કરી લો.
ડેન્ડ્રફની સમસ્યાં પણ બારમાસીનો પ્રયોગ કરાગર છે. આપ લીમડાના પાન સાથે બારમાસીના ફુલને પીસીને પેસ્ટ બનાવી લો અને તેને વાળ પર લગાવો, એક કલાક બાદ હેર વોશ કરી લો હેર લોસ, ડ્રર્ડફથી રાહત મળશે.