Fashion Ka Funda: કોલેજ ગોઇંગ ગર્લ્સ માટે બેસ્ટ છે આ સ્કર્ટ, કમ્ફર્ટ સાથે આપશે સ્ટાઇલિશ લૂક
College Outfit Ideas And Tips: આજે અમે તમને ખાસ સ્કર્ટની વિવિધ વેરાયટી વિશે જણાવીશું જે તમે તમારી કોલેજમાં કેરી કરી શકો છો. આવો જાણીએ કોલેજ માટે સ્કર્ટની સ્ટાઇલીંગ ટિપ્સ.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appકોલેજો ગોઇંગ ગર્લ્સ ખાસ કરીને તેના લૂકને લઇને ખૂબ જ કોન્શિયસ હોય છે. કોલેજમાં યુનિક અને સ્ટાઇલિશ લૂક આ પ્રકારનું સ્ટાઈલ સ્ટેટમેન્ટ ફોલો કરી શકો છો.
આજે અમે તમને ખાસ સ્કર્ટની વિવિધ વેરાયટી વિશે જણાવીશું જેને તમે તમારી કોલેજમાં કેરી કરી શકો છો. આવો જાણીએ કોલેજ માટે સ્કર્ટની સ્ટાઇલીંગ ટિપ્સ.
ટી લેન્થ સ્કર્ટ એલીગેન્ટ લુક માટે ટી લેન્થ સ્કર્ટ બેસ્ટ રહેશે. આ સ્કર્ટ ઘૂંટણની નીચે અને પગની ઘૂંટીઓથી ઉપર રહે છે. તમે તેને ટી-શર્ટ અથવા કોઈપણ મેચિંગ ટોપ સાથે કેરી કરી શકો છો.
સ્કર્ટ હાઈ વેઈસ્ટ સ્કર્ટ આજકાલ ખૂબ જ ટ્રેન્ડમાં છે. આ સાથે તમે ક્રોપ ટોપ કેરી કરી શકો છો.
ડેનિમ સ્કર્ટ ડેનિમ સ્કર્ટની ખાસ વાત એ છે કે તે ક્યારેય જૂનું થતું નથી. તેની ફેશન હંમેશા હોય છે. તમે તેની સાથે ફ્રી સ્ટાઇલ ટોપ, ટી-શર્ટ અથવા શર્ટ કેરી કરી શકો છો.
લોન્ગ સ્કર્ટ જો તમને લોન્ગ સ્કર્ટમાં કમ્ફર્ટેબલ લાગે તો તમે તેને લોન્ગ શર્ટ કે ટોપ સાથે કેરી કરી શકો છો. આ સાથે જો તમે લોન્ગ ઈયરિંગ્સ કેરી કરો જે લૂકને કમ્પલિટ કરશે.
પ્લેટેર્ડ સ્કર્ટ આ સ્કર્ટ ફ્રિલવાળી હોય છે. જો સ્કર્ટ સિંગલ કલરમાં હોય તો આપ ટોપ કલરફુલ પ્રીફર કરો.