Designer Blouse: આ ફુલ સ્લિવ બ્લાઉઝ ડિઝાઇન છે ઇન ટ્રેન્ડ, દીપિકાથી માંડીને મૌની સુધીની સેલેબ્સ આ રીતે કરે છે કેરી સાડી
Blouse:સાડીમાં દરેક મહિલા સુંદર દેખાય છે. તેમાં પણ જો સાડી સ્ટાઇલિશ બ્લાઉઝ સાથે કેરી કરવામાં આવે તો સુંદરતામાં ચાર ચાંદ લાગી જાય છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appહિનાખાનના આ બ્લાઉઝમાં વાઇડ વી નેકલાઇન છે. બેકમાં સ્લિમ વન હુક ક્લોઝરની સાથે નેક પર ટાઇ પણ ડિટેઇલ અપાઇ છે.
જો આપ સાડી સાથે કંઈક અલગ અને યુનિક ડિઝાઈનનું બ્લાઉઝ ટ્રાય કરવા ઈચ્છો છો, તો તમે દીપિકાની આ સ્ટાઇલ ટ્રાય કરી શકો છો. બિશપ સ્લીવ્ઝ સાથેનું આ બ્લાઉઝ પુસેબો કોલર સાથે ફીટ કરવામાં આવ્યું છે. જે ખૂબ જ ગ્લેમરસ લૂક આપે છે.
ફુલ સ્લિવ્સનું બ્લાઉઝ જેમાં સ્વીટહાર્ટ નેકલાઇન અને ટાઇ ડિટેલિંગ સાથે વાઇડ વી બેક છે. જેઓ હેવી નેકલેસ પહેરવા માગો છો તો તેમના માટે આ પ્રકારની નેકલાઇન્સ સારી છે.
આ બ્લાઉઝ ડિઝાઇન સૌથી સુંદર લૂક આપે છે. જે થ્રી ફોર્થ સ્લીવ્સની સાથે નીચે થ્રેડના લટકણ ક્લાસિ લૂક આપે છે
સાડી સૌથી સુંદર ભારતીય પોશાક છે પરંતુ જો તેમાં બ્લાઉઝ સ્ટાઇલિશ હોય તો તે શ્રેષ્ઠ વેસ્ટર્ન ડ્રેસને પણ માત આપી શકે છે. હવે આ ડિઝાઇન જુઓ. ફુલ કટ સ્લીવ્ઝ સાથે બોટમ ફ્રિલ લૂક સ્ટાઇલિશની સાથે-સાથે તેને એલિગન્ટ ટચ આપે છે.
હાલ ફુલ સ્લીવ્ઝ બ્લાઉઝની આ ડિઝાઇન સૌથી વધુ ટ્રેન્ડમાં છે. અમ્બ્રેલા સ્લીવ્ઝ સાથે નીચે આપેલ ફ્રિલ સાડીના લુકમાં વધારો કરે છે. તમે કોઈપણ પાર્ટી કે પ્રસંગે સાડી પર આ સ્ટાઇલિશ બ્લાઉઝ ટ્રાય કરી શકો છો.
ફુલ સ્લીવ બ્લાઉઝ સાથે, જો નીચે ગોળાકાર ફ્રિલ બની જાય તો પણ તમને ખૂબ જ સ્ટાઇલિશ લુક મળશે. જો તમે આ બ્લાઉઝ ડિઝાઇન સાથે સાદી સાડી પહેરો છો, તો તે ખૂબ જ આકર્ષક દેખાશે. ઇચ્છો તો હિના ખાનની આ સ્ટાઇલ કોપી કરી શકો છો.