Benefits of almonds : પલાળેલી બદામ ખાવાના ગજબ છે ફાયદા, આ રીતે કરો સેવન
પલાળેલી બદામ કાચા બદામ કરતાં વધુ પૌષ્ટિક માનવામાં આવે છે. બદામની છાલ બ્રાઉન રંગની હોય છે અને તેમાં ટેનીન હોય છે જે પોષક તત્ત્વો અવરોધક છે. તેથી તેને આખી રાત પલાળી ખાવાથી પાચન તંત્રને નુકસાન થતું નથી અને પાચન પણ દુરસ્ત રહે છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appબદામ કોલેસ્ટ્રોલથી મુક્ત છે. તેમાં ઝીરો કોલેસ્ટ્રોલ હોય છે. બદામ ખરાબ કોલેસ્ટ્રોલ ઘટાડવામાં મદદ કરે છે અને હૃદયના દર્દીઓ માટે પણ અસરકારક છે.
મગજના સારા સ્વાસ્થ્યને જાળવવામાં બદામ ખૂબ જ ઉપયોગી છે. યાદશક્તિ વધારવા માટે બદામ ખાવાની ભલામણ કરવામાં આવે છે.
સારી ત્વચાની બરકરાર રાખવી મુશ્કેલ છે, તેથી બદામ સ્કિનકેર રૂટિન માટે ઉત્તમ છે. , આ સાથે બદામના તેલથી શરીર પર માલિશ કરવું સ્કિન માટે બેસ્ટ ટિપ્સ છે.
બદામમાં ફાઈબર ભરપૂર હોય છે. રોજ બદામ ખાવાથી કબજિયાત મટે છે.
બદામ બ્લડ સુગર અને ઇન્સ્યુલિનના સ્તર પર નજર રાખે છે. તે તમારા શરીરને ગંભીર બીમારીઓથી પણ બચાવે છે.
પલાળેલી બદામમાં લાઇપેસ જેવા કેટલાક ઉત્સેચકો નીકળે છે, જે જે આપણા ચયાપચયને વેગ આપે છે અને વજન ઘટાડવામાં મદદ કરે છે.