winter wedding style :વિન્ટરમાં લગ્નની સિઝનમાં આ સ્ટાઇલ કરો ફોલો, ઠંડીથી બચવાની સાથે આપશે સ્ટાઇલિશ લૂક
ચાલો જાણીએ કે શિયાળાના લગ્નોમાં આપણે સ્ટાઈલિશ લુક મેળવવા માટે શું પહેરી શકીએ અને સાથે જ ઠંડીથી પણ સુરક્ષિત રહી શકીએ.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઆ સિઝનમાં લગ્ન માટે આઉટફિટ પસંદ કરવાનું ખૂબ જ મુશ્કેલ કામ છે. કારણ કે એક તરફ મહિલાઓ સુંદર અને સ્ટાઇલિશ દેખાવા માંગે છે તો બીજી તરફ ઠંડીથી પણ બચાવવા માંગે છે. આવી સ્થિતિમાં આજે અમે એવા કેટલાક આઉટફિટ્સ વિશે જણાવીશું જેને તમે શિયાળાની સિઝનમાં આરામથી પહેરી શકો છો જે ઠંડીથી બચાવવાની સાથે સ્ટાઇલિશ લૂક આપશે
જો તમે વિન્ટર વેડિંગમાં લેટેસ્ટ ફેશન ટ્રેન્ડ સાથે સુંદર દેખાવા માંગતા હોવ તો લહેંગા સાથેનું લોન્ગ જેકેટ તમારા માટે બેસ્ટ ઓપ્શન બની શકે છે. આ આઉટફિટ તમને ખૂબ જ ભવ્ય અને આકર્ષક દેખાવ જ નહીં આપે સાથે ઠંડીથી સંપૂર્ણપણે બચાવશે.
શિયાળાની ઋતુમાં તમે સાડી કે લહેંગા સાથે ફુલ સ્લીવનું બ્લાઉઝ પહેરી શકો છો.ફુલ સ્લીવનું બ્લાઉઝ ડિસન્ટ લૂક આપશે અને તે તમને ઠંડીથી પણ રક્ષણ આપશે.
જો તમે શિયાળાના લગ્નમાં સાડી પહેરા ઇચ્છો છો તો તો તમે સાડી સાથે પ્રિન્ટેડ કે એમ્બ્રોઇડરી કરેલ જેકેટ પહેરી શકો છો. જે યુનિક લૂક આપવાની સાથે ઠંડીથી પણ બચાવશે.
તમે તમારી સાડી સાથે પ્રિન્ટેડ અથવા એમ્બ્રોઇડરી કરેલ જેકેટ પહેરી શકો છો, તે તમારી સાદી સાડી અથવા ડ્રેસને સંપૂર્ણપણે અલગ અને સ્ટાઇલિશ લુક આપશે.
લોન્ગ કોટ હાલ ખૂબ ફેશનમાં છે. આપ તેને કૂર્તી ટ્રાઉઝર અથવા લોન્ગ ડ્રેસ સાથે કેરી કરી શકો છો.