Food Recipe: હવે તમે ખૂબ ઓછા સમયમાં ઘરે સોજીના આ અપ્પે બનાવી શકો છો, તમારા પરિવારના સભ્યો વારંવાર તેની માંગ કરશે
જો તમે પણ વરસાદની ઋતુમાં સોજીના અપ્પે ખાવા માંગતા હોવ તો તમે આ રેસિપી ફોલો કરી શકો છો જે ખૂબજ ઓછા સમયમાં બનાવી શકાય છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appસોજી અપ્પે બનાવવા માટે સૌપ્રથમ સોજીને એક બાઉલમાં લો. તેમાં દહીં અને પાણી ઉમેરીને પેસ્ટ તૈયાર કરો.
તેને 15 થી 20 મિનિટ સુધી રાખ્યા બાદ આ પેસ્ટમાં હળદર પાવડર, હિંગ, લાલ મરચું પાવડર, ધાણા પાવડર અને મીઠું ઉમેરો અને બધું બરાબર મિક્સ કરો.
બેટરને થોડું પાતળું રાખો, જેથી અપ્પે સારી રીતે ફૂલી જાય. હવે એક કડાઈમાં તેલ કે ઘી નાખી, ચમચા વડે ખીરું નાખીને ગોળ આકાર આપો.
અપ્પેને બંને બાજુથી બરાબર શેકો અને તેને સહેજ બ્રાઉન કરો, હવે તમે તેને પ્લેટમાં કાઢીને નારિયેળની ચટણી સાથે સર્વ કરી શકો છો.
તમે આ પેસ્ટમાં તમારી પસંદગીના શાકભાજી પણ ઉમેરી શકો છો. ધ્યાનમાં રાખો કે અપ્પેને ધીમી આંચ પર રાંધવું વધુ સારું રહેશે. જેનાથી તેના સ્વાદમાં ઘણો ફરક પડશે.