Health Tips: ડાયાબિટિસમાં માત્ર ખાંડ અને મીઠાઇ જ નહીં પરંતુ આ 7 ચીજો પણ છે ઝેર સમાન
ફળ- કેટલાક ફળો જેમકે અંજીર, અંગૂર, કેરી,ચેરી, કેળા વગેરેમાં સુગરની માત્રા વધુ હોય છે. એટલા માટે ડાયાબિટિસના દર્દીઓએ તેનું સેવન કરવું જોઇએ. જો કે ડાયાબિટિશના દર્દીએ જાંબુ, નાશપાતી, મૌસંબી,પ્લમના આનંદ ભરપેટ ખાઇને લઇને શકે છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appખાંડ અને મીઠાઇની સાથે આ 7 ખાદ્ય ચીજો પણ ડાયાબિટિસમાં ન ખાવી જોઇએ. ડાયાબિટીસના દર્દીઓ માટે આ વસ્તુઓ કોઈ ઝેરથી ઓછી નથી અને આપણે તેને ખાવાનું ટાળવું જોઈએ.
પ્રોસેસ્ડ મીટ-બેકન, હેમ, સલામી અથવા બીફ જેવા પ્રોસેસ્ડ મીટમાં ઘણા હાનિકારક રસાયણો હોય છે જે તાજા માંસમાં હોતા નથી. ઘણા અભ્યાસોએ પ્રોસેસ્ડ મીટને કેન્સર અને હૃદય રોગ જેવી બીમારીઓનું કારણ પણ ગણાવ્યું છે, જે અવોઇડ કરવા જોઇએ.
ફુલ ફેટ ડેરી પ્રોડક્ટ્સ-ફુલ ફેટ એટલે કે ફુલ ફેટ ડેરી ઉત્પાદનો શુગરના દર્દીઓ માટે હાનિકારક છે, કારણ કે તેમાં ખાંડનું પ્રમાણ વધુ હોય છે. આનાથી હૃદય રોગનો ખતરો વધી જાય છે. તેમજ ફુલ ફેટ ડેરી પ્રોડક્ટ્સ પણ મેદસ્વિતાનું કારણ બને છે.
સફેદ કાર્બોહાઇડ્રેટ્સ-સફેદ બ્રેડ, ચોખા, ખાંડ અને પાસ્તા બ્લડ સુગરમાં વધારો અને વજનમાં વધારો કરી શકે છે, તેમજ લિપોપ્રોટીન કોલેસ્ટ્રોલનું સ્તર વધારી શકે છે. આવી સ્થિતિમાં, આપણે આહારમાં સફેદ કાર્બોહાઇડ્રેટ્સનો સમાવેશ ન કરવો જોઈએ.
પેકેજ્ડ નાસ્તો-પેકેજ્ડ નાસ્તો રિફાઈન્ડ લોટ અથવા મેંદામાં બનાવવામાં આવે છે અને ઝડપથી પચતા કાર્બોહાઇડ્રેટ્સની હાજરી બ્લડ સુગરના સ્તરમાં ઝડપથી વધારો કરે છે.
મધ અથવા મેપલ સીરપ-ડાયાબિટીસના દર્દીઓ સફેદ ખાંડ, કૂકીઝ અને કેન્ડી નથી ખાતા પરંતુ તેની જગ્યાએ મધ, મેપલ સીરપ, બ્રાઉન સુગર વગેરેનો ઉપયોગ કરે છે. જેના કારણે બ્લડ શુગર લેવલમાં સ્પાઇક્સ જોવા મળે છે.
ડ્રાઇ ફ્રૂટસ-આપણે જાણીએ છીએ કે ડ્રાયફ્રૂટ્સમાં ઘણા વિટામિન્સ, મિનરલ્સ અને પોષક તત્વો મળી આવે છે. પરંતુ જ્યારે ડ્રાયફ્રૂટ્સને સૂકવીએ જઇએ ત્યાલે તેમાં પાણીની કમી થઇ જાય છે સાથે સુગર લેવલ પણ કંસંટ્રેટ થાય છે. કિસમિસ વિશે વાત કરીએ તો, તેમાં દ્રાક્ષ કરતાં 4 ગણા વધુ કાર્બોહાઇડ્રેટ્સ હોય છે. તેથી, સૂકા ફળોમાં તાજા ફળો કરતાં વધુ કાર્બોહાઇડ્રેટ્સ હોય છે. આવી સ્થિતિમાં ડાયાબિટીસના દર્દીઓએ ડ્રાયફ્રૂટ્સ ઓછા ખાવા જોઈએ.