પાણીપુરીના 9 અલગ-અલગ નામ, શું તમે જાણો છો?
1. ગોલ ગપ્પા: નવી દિલ્હી, પંજાબ, જમ્મુ અને કાશ્મીર, હરિયાણા, મધ્ય પ્રદેશ અને હિમાચલ પ્રદેશમાં ગોલ ગપ્પા તરીકે ઓળખાય છે. ગોલ ગપ્પા બટાકા, ચણા, ચટણીના મિશ્રણમાંથી બનાવવામાં આવે છે અને ટેન્ગી પાણી સાથે પીરસવામાં આવે છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In App2. ફુચકા: પાણીપુરી ભારતના પૂર્વી રાજ્યો જેમ કે બિહાર, ઝારખંડ અને પશ્ચિમ બંગાળમાં ફૂચકા તરીકે ઓળખાય છે. ફૂચકા બાફેલા ચણા અને છૂંદેલા બટાકાના મિશ્રણમાંથી બનાવવામાં આવે છે, ચટણી તીખી અને પાણી મસાલેદાર હોય છે.
3. પાણીપુરી પાણીપુરી એ એક લોકપ્રિય શેરી નાસ્તો છે જે ગુજરાત, મધ્ય પ્રદેશ, કર્ણાટક, મહારાષ્ટ્ર, તમિલનાડુ અને નેપાળ સહિતના વિવિધ પ્રદેશોમાં મળી રહે છે. ગુજરાતમાં મીઠી ચટણી સાથે બારીક કાપેલા બટાકાના ટુકડા સાથે મળે છે જ્યારે મુંબઈમાં તમને મીઠી આમલીની ચટણી સાથે રગડો ભરીને મળશે.
4. પકોડી પાણીપુરીને ગુજરાત અને મધ્યપ્રદેશના કેટલાક સ્થળોએ પકોડી તરીકે ઓળખવામાં આવે છે. પાણીમાં લીલાં મરચાં અને ફૂદીનો ઉમેરીને સેવ સાથે સર્વ કરો.
5. પડાકા યુપીના અલીગઢમાં પાણીપુરીને પડાકા નામથી પણ ઓળખવામાં આવે છે.
6. ગુપ-ચુપ પાણીપુરીનું એક રમુજી નામ ગુપ-ચુપ પણ છે. ઓડિશા, બિહાર, ઝારખંડ છત્તીસગઢ, હૈદરાબાદ અને તેલંગાણાના કેટલાક ભાગોમાં તે ગુપ ચૂપ તરીકે ઓળખાય છે.