Health : લંચ બાદ કેમ જરૂરી છે 15 મિનિટની ઊંઘ, ફાયદા જાણીને આપ દંગ રહી જશો
લંચ બાદ 15 મિનિટ ઊંઘ લેવાથી એક નહિ અનેક ફાયદા થાય છે જાણીએ શું ફાયદા થાય છે
Download ABP Live App and Watch All Latest Videos
View In Appબપોરના ભોજન પછી લોકોને ઘણીવાર ઊંઘ આવે છે. પરંતુ, કેટલાક લોકો ઊંઘ્યા વિના સતત કામ કરતા રહે છે. જે યોગ્ય નથી. આ 15 મિનિટ ઊંઘના અનેક ફાયદા છે.
લંચ લીધા પછી લોકોને ઘણી વાર ઊંઘ આવે છે. આ ખરેખર શરીરમાં ફીલ ગુડ હોર્મોન્સના વધારાને કારણે હોઈ શકે છે. એવું બને છે કે જ્યારે તમે ખોરાક લો છો, ત્યારે શરીરમાં સેરોટોનિન હોર્મોન વધે છે, જેના કારણે તમે સુસ્તી અને આળસ અનુભવો છો. પરંતુ, કેટલાક લોકોને આ સમય દરમિયાન પણ ઊંઘ આવતી નથી અને તે દરમિયાન આપણે સુસ્ત રહીએ છીએ. આવી સ્થિતિમાં, તમારે ટૂંકી ઊંઘ લેવાની જરૂર છે.
લંચ બાદ કેમ જરૂરી છે 15 મિનિટની ઊંઘ-લંચ પછી 15 મિનિટની ઊંઘ ખૂબ જ જરૂરી છે. કારણ કે તે બીપી કંટ્રોલ કરવામાં મદદરૂપ છે. તે ખરેખર કામ દરમિયાન ઝડપી ચાલતા ધબકારાઓને આરામ આપે છે. તે હૃદય અને દિમાગને શાંત રહેવાની તક આપે છે. આ તમારી રક્તવાહિનીઓને આરામ આપે છે અને બીપીને નિયંત્રિત કરવામાં મદદ કરે છે. આ રીતે તે તમને બીપી રોગથી બચાવે છે.
સ્ટ્રેસ ઓછું કરશે-બપોરના ભોજન પછી 15 મિનિટ ઊંઘ કરવાની તણાવ ઓછો થાય છે મન મગજને શાંતિ મળે છે. અડધા દિવસનો થાક દૂર થાય છે.
પ્રોડેક્ટિવિટી વધારવામાં ઊંઘ મદદ કરે છે. જે મગજને રિસ્ટાર્ટ કરે છે. આપને બહેતર મહેસૂસ કરાવે છે.
લંચ બાદ 15 મિનિટની ઊંઘ પાચનની ગરબડને દૂર કરે છે. હોર્મોનલ બેલેન્સને સંતુલિત કરે છે.