Air Conditioners Side Effects: લાંબો સમય ACમાં રહેવું ખતરનાક બની શકે છે, આ બીમારીઓનું જોખમ છે
આ કાળઝાળ ગરમીમાં AC તમને ઠંડકનો અહેસાસ કરાવે છે. થોડો સમય એસીમાં રહેવાથી તમને ગરમીથી રાહત મળી શકે છે. પરંતુ જો તમે લાંબા સમય સુધી AC નો ઉપયોગ કરો છો, તો તે તમારા સ્વાસ્થ્ય પર પણ ખરાબ અસર કરી શકે છે. જી હાં, લાંબા સમય સુધી ACમાં સૂવાથી કે રહેવાથી શરીરને અનેક નુકસાન થઈ શકે છે. આવો જાણીએ આ વિશે- (ફોટો - ફ્રીપિક)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appલાંબા સમય સુધી ACમાં સૂવાને કારણે તમારી રોગપ્રતિકારક શક્તિ નબળી પડી શકે છે. તેથી થોડા સમય માટે એસીમાં રહેવાનો પ્રયાસ કરો. (ફોટો - ફ્રીપીક)
જો તમે લાંબો સમય એસીમાં સમય પસાર કરો છો, તો તેનાથી તમારી ત્વચા અને વાળ સુકાઈ શકે છે. આ સાથે શરીરમાં ભેજ પણ ઓછો થવા લાગે છે. (ફોટો - ફ્રીપીક)
અસ્થમા કે શ્વાસની સમસ્યાથી પીડિત લોકોએ લાંબો સમય ACમાં ન રહેવું જોઈએ. તેનાથી તેમની સમસ્યા વધી શકે છે. (ફોટો - ફ્રીપીક)
આખી રાત એસી ચાલુ રાખીને સૂવાથી શરીરમાં દુખાવો અને જકડાઈ જાય છે. (ફોટો - ફ્રીપીક)
જે લોકો લાંબો સમય એસીમાં રહે છે તેમને શરદી-તાવ થવાનું જોખમ રહે છે. આ સિવાય જો તમને સીધી એસી હવા લાગી રહી હોય તો આ સ્થિતિમાં તાવ આવવાની શક્યતા રહે છે. (ફોટો - ફ્રીપીક)
કેટલાક લોકો એસીમાં સૂવાને કારણે થાક પણ અનુભવે છે. તેથી રાત્રે થોડો સમય AC ચલાવો. જ્યારે રૂમનું તાપમાન સામાન્ય થઈ જાય તો એસી બંધ કરી દો. (ફોટો - ફ્રીપીક)