Health: ટાઇગર નટ્સ બેડ કોલેસ્ટ્રોલને ઓછું કરવાની સાથે, સ્વાસ્થ્યને પહોંચાડે છે આ અદભૂત 5 ફાયદા
આપણે કાજુ બદામ પિસ્તાના વિશે તો બહુ જાણીએ છીએ અને તેના ફાયદાથી પણ વાકેફ છીએ પરંતુ એક આવું જ ડ્રાયફ્ટ છે જે સ્વાસ્થ્ય માટે ખૂબ જ હિતકારી છે. ટાઇગર નટ્સ અદભૂત ડ્રાયફ્રૂટ છે. જે ચણા જેવું દેખાય છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appટાઈગર નટ્સમાં અદ્રાવ્ય ફાઈબર વધુ હોય છે. જે આંતરડાના સ્વાસ્થ્યને સુઘારે છે. આ સિવાય તેમાં કેટાલેઝ, લિપેઝ અને એમીલેઝ જેવા એન્ઝાઇમ હોય છે, જે પેટની સમસ્યાઓને ઓછી કરે છે. તે ગેસ, અપચો અને ઝાડા જેવી સમસ્યાઓથી રાહત આપે છે.
ટાઈગર નટ્સ બ્લડ સુગરને સામાન્ય રાખવામાં મદદ કરે છે. તેમાં એમિનો એસિડ આર્જિનિન હોય છે, જે ઇન્સ્યુલિનનું ઉત્પાદન વધારી શકે છે. તેમાં હાજર અદ્રાવ્ય ફાઈબર ડાયાબિટીસના દર્દીઓ માટે ફાયદાકારક છે.
ટાઈગર નટ્સમાં ઓલિક એસિડ અને વિટામિન-ઈ વધુ હોય છે. જેના કારણે તે ખરાબ કોલેસ્ટ્રોલને ઓછું કરવામાં અને શરીરમાં સારા કોલેસ્ટ્રોલને વધારવામાં મદદ કરે છે.
તેમાં કેલ્શિયમ અને ફોસ્ફરસ જેવા પોષક તત્વો મળી આવે છે. જે હાડકાંને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે. તે મેગ્નેશિયમથી ભરપૂર છે, જે હાડકાં માટે જરૂરી છે. ટાઈગર નટ્સમાં વિટામિન-ઈ અને સી પણ ભરપૂર માત્રામાં હોય છે.
ટાઈગર નટ્સ તમારી રોગપ્રતિકારક શક્તિને મજબૂત કરવામાં મદદરૂપ થઈ શકે છે. તેમાં રહેલા તત્વો તમારી રોગપ્રતિકારક શક્તિ વધારે છે. જો તમે નિયમિતપણે તમારા આહારમાં ટાઈગર નટ્સનો સમાવેશ કરો છો, તો તમે ઘણી બીમારીઓથી બચી શકો છો.