World Lung Cancer Day 2023: સાવધાન, માત્ર ધૂમ્રપાન જ નહીં, આ વસ્તુઓથી પણ થાય છે ફેફસાનું કેન્સર
ફેફસાંનું કેન્સર એ ખૂબ જ ખતરનાક કેન્સર છે જેના દર વર્ષે લાખો શિકાર બને છે. ફેફસાનું કેન્સર એ બીજું સૌથી સામાન્ય રીતે નિદાન કરાયેલ કેન્સર છે. દર વર્ષે 1 ઓગસ્ટને વિશ્વ ફેફસાના કેન્સર દિવસ તરીકે મનાવવામાં આવે છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appકેમિકલયુક્ત હવામાં શ્વાસ લેવાથી ફેફસાના રોગોનું જોખમ વધી જાય છે.
ભોજનમાં વધુ પડતું મીઠું ખાવાની આદત હોય તો તેને જલદી છોડી દો કારણ કે તેનાથી હાઈ બ્લડ પ્રેશરની સમસ્યા થઈ શકે છે અને આ આદત તમારા ફેફસાને પણ નુકસાન પહોંચાડી શકે છે.
જો તમારા ઘરમાં વધારે ભેજ હોય તો તે ફેફસાને લગતી સમસ્યા પેદા કરી શકે છે.
વાયુ પ્રદૂષણ ફેફસાંને નુકસાન પહોંચાડવાનું મુખ્ય કારણ બની રહ્યું છે. વડીલો, વૃદ્ધો અને બાળકોને પણ આની અસર થઈ રહી છે. પ્રદૂષણને કારણે વાયુમાર્ગમાં સોજાની ફરિયાદ પણ થઈ શકે છે.
પ્રોસેસ્ડ ફૂડના વધુ પડતા સેવનથી સ્થૂળતા, હૃદયની સમસ્યાઓ અને ડાયાબિટીસનું જોખમ તો વધે જ છે, પરંતુ તે ફેફસાને પણ નુકસાન પહોંચાડે છે.
ખાસ કરીને પ્રોસેસ્ડ મીટ, કારણ કે તેમાં નાઈટ્રેટ્સ હોય છે, જેનો ઉપયોગ આ ખાદ્ય ઉત્પાદનોના રંગ અને શેલ્ફ લાઇફને વધારવા માટે થાય છે. સીઓપીડીની સમસ્યામાં નાઈટ્રેટનો મોટો ફાળો માનવામાં આવે છે.