Amla Benefits : સ્વાસ્થ્ય માટે વરદાન છે આંબળા, નિયમિત સેવનથી થાય છે ગજબ ફાયદા
આમળામાં ઘણા એવા ઔષધીય તત્વો છે, જે ઘણી બીમારીઓ સામે રક્ષણ આપવામાં મદદરૂપ છે. આયુર્વેદમાં આંબળાને પ્રકૃતિનું વરદાન માનવામાં આવે છે. આમળામાં વિટામિન-સી, કેલ્શિયમ, એન્ટીઓક્સીડેન્ટ, આયર્ન, પોટેશિયમ જેવા અનેક પોષક તત્વોનો ખજાનો છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appજો આમળા રોજ સવારે ખાલી પેટ ખાવામાં આવે તો તેના ફાયદા અનેકગણો વધી જાય છે. તમે આમળાને કાચા અથવા મુરબ્બાના રૂપમાં ખાઈ શકો છો. જો કે, ડાયાબિટીસના દર્દીઓ તેને કાચો લઈ શકે છે અથવા તેનો રસ, અથાણું અથવા ચટણીના રૂપમાં પણ ખાઇ શકે છે.
આંબળામાં વિટામિન સી ભરપૂર માત્રામાં હોય છે. આ ખાવાથી તમારી રોગપ્રતિકારક શક્તિ મજબૂત બને છે. તે શરીરમાંથી વિષેલા પદાર્થને દૂર કરે છે અને બેક્ટેરિયા સામે લડવાની શક્તિ પ્રદાન કરે છે.
જો તમારું પેટ ખરાબ છે, તો આંબળાનું સેવન તમારા માટે ખૂબ જ ફાયદાકારક સાબિત થઈ શકે છે. આમળામાં ભરપૂર માત્રામાં ફાઈબર હોય છે. તે પાચન તંત્રને ઠીક કરવાનું કામ કરે છે.
આમળાને ક્રોમિયમનો સારો સ્ત્રોત માનવામાં આવે છે. તે શરીરમાં બ્લડ શુગર લેવલને નિયંત્રિત કરવાનું કામ કરે છે. આ રીતે, તે ડાયાબિટીસના દર્દીઓ માટે પણ ફાયદાકારક છે.
આમળા ત્વચાને ડિટોક્સિફાય કરે છે અને વાળને શાઇની અને મજબૂત બનાવવાનું કામ કરે છે. તેના નિયમિત ઉપયોગથી ત્વચા ગોઇંગ અને યંગ બને છે અને વાળ પણ કાળા, લાંબા અને ઘટ્ટ બને છે.
કેલ્શિયમથી ભરપૂર હોવાને કારણે આંબળા હાડકાંને મજબૂત કરવાનું પણ કામ કરે છે. આ સિવાય પોટેશિયમની હાજરીને કારણે તે માંસપેશીઓને પણ મજબૂત બનાવે છે.