શું આપનું વજન ખૂબ ઝડપથી ઉતરી રહ્યું છે? તો સાવધાન આ જીવલેણ બીમારીના હોઇ શકે છે લક્ષણ
જોન્સ હોપકિન્સ મેડિસિને કેટલાક એવા સામાન્ય લક્ષણો વિશે જણાવ્યું છે કે, જે કેન્સરના શરૂઆતના લક્ષણો હોઇ શકે છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appજરૂરી નથી કે આ તમામ લક્ષણો કેન્સરના જ સંકેત હોય પરંતુ જો આવા લક્ષણો દેખાયા તો સાવધાનીના ભાગરૂપે ડોક્ટરની સલાહ લેવી હિતાવહ છે
કેન્સર પીડિત લોકોમાં અચાનક વજન ઘટવા લાગે છે. આવું કૈશક્યા નામના વજન ઘટાડતા સિન્ડ્રોમના કારણે થાય છે.
કોઇ કારણ વિના જ અચાનક જ વારંવાર તાવ આવી જવો. મોટાભાગે રાત્રે જ તાવ આવી જવો,. કેન્સરનું પ્રારંભિક લક્ષણ હોઇ શકે છે. જો કે ઘણીવાર થકાવટ અને શરીરમાં વિટામિન મિનરલ્સની કમીના કારણે પણ આવું થઇ શકે છે.
જોન્સ હોપકિન્સ મેડિસિના રિપોર્ટ મુજબ થોડા કામથી પણ વધુ થાક લાગવો અને આરામ કર્યા બાદ પણ થકાવટ દૂર ન થાય તો આ પણ કેન્સરના પ્રારંભિક લક્ષણો હોઇ શકે છે.
શરીરમાં લાલ દાણા જેવી ફોલ્લીઓ નીકળી. મોમાં વારંવાર ચાંદા પડવા અને ઉપચાર છતાં તે સમસ્યા દૂર ન થતી હોય તો કેન્સરની તપાસ કરાવવી લેવી હિતાવહ છે.
image 5