Election Results 2024
(Source: ECI/ABP News/ABP Majha)
Herbal Extracts:આ આયુર્વૈદિક હર્બથી મેળવો સ્વસ્થ શરીર સાથે સુંદરતા પણ, ગજબ છે ફાયદા, જાણો
Herbs For Health: આયુર્વૈદિક હર્બલ એક્સટ્રેક્ટસનો ઉપયોગ શરીરને સ્વસ્થ રાખવા માટે અને બીમારીને દૂર કરવા માટે પણ કરાઇ છે. આ પ્રાકૃતિક હર્બ્સથી ત્વચા, વાળની સુંદરતા પણ વધે છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઆયુર્વૈદમાં એક નહીં અનેક બીમારીઓ દૂર કરવા માટે અશ્વગંધાતુલસનો ઉપયોગ થાય છે. તુલસીમાં એન્ટી ટ્રેસ ગુણ હોય છે. જે માનિક બીમારીને દૂર કરવામાં મદદ કરે છે,જે બ્લડ શુગરને નિયંત્રિત રાખે છે અને કોલેસ્ટ્રોલને ઓછું કરે છે
આયુર્વેદમાં લીમડાનો ઉપયોગ ઘણી દવાઓમાં થાય છે. ઔષધીય ગુણોથી ભરપૂર, લીમડાનો ઉપયોગ ખીલ દૂર કરવા, ચેપ દૂર કરવા, વાળ અને ચામડીના રોગોને દૂર કરવા માટે થાય છે. લીમડો લોહીને સાફ કરવામાં પણ મદદ કરે છે.
ગિલોય પણ ઇમ્યુનિટી બૂસ્ટર છે. તે એનિમિયાની સમસ્યાને દૂર કરે છે. હિમોગ્લોબિનની કમીને પણ દૂર કરે છે. પગમાં થતી બળતરમાં કારગર છે. પેટ સંબંધિત સમસ્યાને દૂર રાખે છે.
તુલસી એન્ટીઓક્સિડન્ટ ગુણથી ભરપૂર છે. જે ઇમ્યુનિટી બૂસ્ટર હોવાની સાથે શરદી ખાંસીમાં પણ ઓષધનું કામ કરે છે. તે કેન્સર જેવી ગંભીર બીમારીના જોખમને પણ ટાળે છે.
પોષક તત્વોથી ભરપૂર એલોવેરા વિટામિન A, C અને Eનો સારો સ્ત્રોત છે. એલોવેરાના ઉપયોગથી વાળ ખરવા, ત્વચાની શુષ્કતા અને શુષ્કતા દૂર થાય છે. તેમાં વિટામિન B12 અને ફોલિક એસિડ પણ જોવા મળે છે, જે રક્ત પરિભ્રમણને સુધારે છે અને બળતરાની સમસ્યાને દૂર કરે છે. એલોવેરા જ્યુસનો ઉપયોગ કરવાથી પેટની સમસ્યા પણ ઓછી થવા લાગે છે.