Weight loss: કેળા વજન વધારવામાં અને ઘટાડવામાં બંનેમાં છે કારગર, શરીરની જરૂરિયાત મુજબ કરો આ રીતે સેવન
કેળાનું નામ પડતાં જ મોટા ભાગના લોકોના મનમાં એવો વિચાર આવે છે કે, તેનાથી વજન વધી જશે પરંતુ કેળા વજન વધારવામાં અને ઘટાડવામાં બંનેમાં કારગર છે,. બસ જરૂરી છે આપણા શરીરની જરૂરિયા મુજબ તેનું સેવન કરવું
Download ABP Live App and Watch All Latest Videos
View In Appજો આપ વેઇટ લોસ માટે કેળા ખાવ છો તો ડાયટિંગ દરમિયાન આપ જો સવારે બીજું કંઇ ન લેતા હોય તો એક કેળું ખાઇ શકો છો.
રોજ એક કેળુ ખાવાથી ડાયટિંગમાં એનર્જી પણ બની રહે છે અને લાંબા સમયથી ભૂખ નથી લાગતી પેટ ભરેલુ રહે છે. કેળામાં મોજૂદ ફેટ વેઇટ કમ અને વધારવામાં એમ બંનેમાં કારગર છે.
કેળું એક પોષ્ટિક ફૂળ છે. કેલ્શ્યિમથી ભરપૂર કેળા ખૂબ જ હેલ્ધી છે. કેળા મેટાબોલિઝમને બૂસ્ટ કરીને વેઇટ લોસમાં મદદ કરે છે.
જો આપ વજન વધારવા માટે કેળાનું સેવન કરો છો તો સવારે દૂધ સાથે નિયમિન 2 કેળાનું કરો સેવન, જેનાથી ફટાફટ વજન વધશે.
લંચમાં પણ કેળાની પ્યુરી બનાવી કે રાયતું કરીને તેને દહી સાથે બ્લેન્ડ કરીને ખાવાથી પણ વજન વધારવામાં મદદ મળે છે.
બદામ કેળાની હની સ્મૂધી લેવી જોઈએ. કારણ કે તે વજન વધારવામાં મદદરૂપ છે. તેમજ તે પ્રોટીનથી ભરપૂર હોય છે અને તેમાં બદામનું ઓમેગા-3 પણ હોય છે. તેનાથી તમારું શરીર સ્ટ્રેચ થાય છે અને તેને વર્કઆઉટ કરવાની તાકાત પણ મળે છે. તો નાસ્તા માટે એક કેળું લો, તેમાં બદામ ઉમેરો અને ઉપર મધ ઉમેરીને સ્મૂધી બનાવો.