Tour Package: ઓછા પૈસામાં ફરવું છે દુબઈ ? તો IRCTC લઈને આવ્યું છે આ ખાસ પેકેજ
Dubai Tour: સંયુક્ત આરબ અમીરાતનું દુબઈ એ વિશ્વના સૌથી મોટા પ્રવાસન સ્થળોમાંનું એક છે. અહીં દર વર્ષે લાખો પ્રવાસીઓ આવે છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઆ પેકેજ મધ્યપ્રદેશના ભોપાલથી શરૂ થશે. આ એક ફ્લાઈટ પેકેજ છે જેમાં તમે ભોપાલથી દુબઈ અને દુબઈથી ભોપાલ થઈને મુંબઈ જશો અને આવશો.
આ પેકેજમાં તમને દુબઈની હોટલમાં રહેવાની સુવિધા મળશે. તમને દરેક જગ્યાએ જવા માટે બસ અથવા એસી કેબની સુવિધા પણ મળશે.
આ પેકેજમાં તમને મીલની સુવિધા એટલેકે નાસ્તો, લંચ અને ડિનરની સુવિધા પણ મળશે. સાથે જ તમને IRCTC દ્વારા દુબઈના વિઝા મળશે.
આ પેકેજમાં તમને મુસાફરી વીમાની સુવિધા પણ મળશે. આ સાથે, તમને સમગ્ર પ્રવાસ દરમિયાન તમને અંગ્રેજી બોલતા ગાઈડ પણ મળશે.
આ ટૂર પેકેજમાં, એક મુસાફર માટે 1,08,100 રૂપિયા, જો બે લોકો માટે બુકિંગ કરશો તો એક ટિકિટના 1,04,900 રૂપિયા અને ત્રણ લોકોના બુકિંગ પર એક ટિકિટના 1,03,900 રૂપિયાની ફી ચૂકવવી પડશે.