Chikoo Benefits: શિયાળામાં ડાઇટમાં સામેલ કરો આ સસ્તુ ફળ, શરીરને મળશે જબરદસ્ત ફાયદા
Chikoo Benefits: બાળકોના મનપસંદ ફળોની યાદીમાં ચીકુનું નામ સામેલ છે. ચીકુનો સ્વાદ દરેકને ગમે છે. તે માત્ર સ્વાદની દ્રષ્ટિએ જ નહીં પણ સ્વાસ્થ્યની દ્રષ્ટિએ પણ ફાયદાકારક છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appચીકુમાં એન્ટીઓક્સીડેન્ટ, વિટામિન અને ઘણા પોષક તત્વો હોય છે. તે કેલ્શિયમ, આયર્ન, ઝિંક, મેગ્નેશિયમ અને ફોસ્ફરસ જેવા ખનિજોથી ભરપૂર છે. સૌથી મહત્વની વાત એ છે કે, આટલા બધા પોષક તત્વોથી ભરપૂર હોવા છતાં ચીકુ ખૂબ સસ્તું છે. શિયાળામાં ચીકુ ખાવાથી અદ્ભુત સ્વાસ્થ્ય લાભ થાય છે.
ચીકુ શરીરની રોગપ્રતિકારક શક્તિ વધારવાનું કામ કરે છે. તેમાં વિટામિન સી અને એન્ટીઓક્સીડેન્ટ હોય છે જે રોગો સામે લડવામાં મદદ કરે છે. ચીકુ ખાવાથી શરદી અને ફ્લૂનો ખતરો દૂર રહે છે.
ચીકુ હાડકા માટે ફાયદાકારક છે. તેમાં કેલ્શિયમ, મેગ્નેશિયમ અને ફોસ્ફરસ જેવા મિનરલ્સ હોય છે જે હાડકાંને મજબૂત બનાવે છે. ચીકુ ખાવાથી હાડકાં અને સ્નાયુઓમાં દુખાવો થતો નથી.
ચીકુમાં મેગ્નેશિયમ અને એન્ટીઓક્સીડેન્ટ છે જે બ્લડ પ્રેશરને નિયંત્રિત કરવામાં મદદ કરે છે. ચીકુને પાણીમાં ઉકાળીને પીવાથી બ્લડપ્રેશર કંટ્રોલમાં રહે છે. બ્લડપ્રેશરમાં પણ ચીકુ ખાવાથી ફાયદો થાય છે.
ચીકુમાં રહેલા પોષક તત્વો વજન ઘટાડે છે. તેમાં ફાઈબર ભરપૂર માત્રામાં હોય છે. ચીકુ ખાવાથી મેટાબોલિઝમ વધે છે અને વજન ઘટાડવામાં મદદ મળે છે. આ ખાવાથી ભૂખ પણ નિયંત્રણમાં રહે છે.
ચીકુમાં વિટામિન ઈ અને વિટામિન સી હોય છે જે ત્વચા માટે ફાયદાકારક માનવામાં આવે છે. તે ત્વચાને અંદરથી પોષણ આપે છે. ચીકુ ખાવાથી સ્કિન ડ્રાય નથી થતી.