Winter fashion style: વિન્ટરમાં સ્ટાઇલિશ અને કમ્ફ્રર્ટ લૂક માટે આ 7 ચીજોનો વોર્ડરોબમાં અચૂક સામેલ કરો
Winter fashion style: શિયાળામાં ઠંડી બચવાની સાથે સ્ટાઇલિંગ પણ જરૂરી છે. આજે અમે આપને ઠંડીમાં કમ્ફર્ટ અને સ્ટાઇલિસ લૂક આપતી એવી સાત ચીજો વિશે જણાવીશું છે. જે ઠંડીથી બચાવવાની સાથે આપને સ્ટાઇલિશ લૂક પણ આપશે
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઓવરકોટ- જો આપ વિન્ટરમાં પરફેક્ટ લૂક ઇચ્છો છો તો ઓવરકોટ અચૂક ટ્રાય કરો. જે સાડી, ડ્રેસ, જિન્સ પર પણ કેરી કરી શકો છો. આપના વોર્ડરોબમાં કોમન કલર બ્લેક કે બ્રાઉન કલરનો ઓવરકોટ હોવો જોઇએ.
પફર જેકેટ- એક હેવી પફર જેકેટ વિન્ટરમાં ખૂબ જરૂરી છે.આપ તેને ક્રોપ ટોપ, હાર્ઇ નેક અથવા તો સ્વેટર સાથે ટીમ અપ કરીને કેરી કરી શકો છો, પફર જેકેટે ખૂબ જ સ્ટાઇલિશ લૂક આપે છે.
વિન્ટર સ્કાર્ફ- કોઇ પણ લૂકને ક્લાસી બનાવવાનું કામ સ્કાર્ફ કરે છે. આપે સૂટ પહેર્યું હોય કે જિન્સ કોઇપણ આઉટફિટ સાથે આપ હેવી સ્કાર્ફ કે સ્ટોલને કેરી કરી શકો છો.
હાઇનેક સ્વેટર- ગર્લ્સના વોર્ડરોબમાં એક ટર્ટલ નેક ટોપ કે સ્વેટર હોવું પણ જરૂરી છે.હાઇનેટ સ્વેટર કે ટોપ આપ જિન્સ કે સ્કર્ટ સાથે પેર કરી શકો છો. આ લૂક શરીરને ગરમ રાખવામાં મદદ કરે છે સાથે ગોર્જિયશ લૂક પણ મેન્ટેઇન કરે છે.
ઓવરસાઇઝ હૂડી- જો આપ વિન્ટરમાં કૂલ અને સ્ટાઇલિશ લૂક ઇચ્છો છો તો ઓવરસાઇઝ હૂડી પણ કેરી કરી શકો છો. આજકાલ ટ્રેડમાં છે.
લેધર જેકેટ- વિન્ટરમાં સ્ટાઇલિશ લૂક માટે લેધર જેકેચ દરેક ગર્લ્સના મોસ્ટ ફેવરિટ છે. જિન્સ સાથે તે પરફેક્ટ વિન્ટર સ્ટાઇલિશ લૂક આપે છે.
બૂટ્સ – આપ હાઇ ક્વોલિટી લેધર મટીરિલ્સમાં બનેલા બૂટ વિન્ટરની સિઝનમાં કેરી કરી શકો છો. જે પગને ઠંડીથી બચાવવાની સાથે ખૂબ જ સ્ટાઇલિશ લૂક આપે છે. આપ બૂટ્સને સ્ક્રર્ટ સાથે કેરી કરી શકો છો. જે ખૂબ જ ફેન્શી લૂક આપે છે.