ભીંડો સ્વાસ્થ્ય માટે ખૂબ જ સારો, આજે જ ડાયેટમાં કરો સામેલ
ભીંડો વજન ઓછું કરવાથી માંડીને હૃદયના રોગ અને વાળને ફાયદો કરનાર શાક છે. તમારે આજે જ તમારા ડાયેમાં ભીંડો સામેલ કરવો જોઈએ. તેનાથી ઘણા બધા સ્વાસ્થ્ય લાભ થાય છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appભીંડામાં ઘણા બાધા પોષક તત્ત્વો મળી આવે છે. ભીંડામાંથી નીકળતો ચીકણો પદાર્થ અનેક રોગોને સ્વસ્થ કરવામાં મદદ કરે છે. તેને ખાવાથી ભૂખમાં પણ વધારો થાય છે. આથી તેને ખૂબ જ પૌષ્ટિક શાક માનવામાં આવે છે.
મોટાભાગના લોકોને ખબર જ હશે કે તેનું માત્ર શાક બનાવી શકાતું નથી, પરંતુ સાથે આયુર્વેદ નિષ્ણાતો તેને અનેક રોગોની સારવારમાં પણ ઉપયોગમાં લે છે તો આવો જાણીએ ભીંડાના ફાયદા.
ભીંડો કૉલેસ્ટેરૉલની માત્રાને ઓછી કરવામાં સક્ષમ છે કારણકે તેમાં ઓગળી શકે તેવું ફાઇબર હોય છે. તેની મદદથી ઉચ્ચ કૉલેસ્ટેરૉલને કાબૂમાં કરી શકાય છે.
ડાયાબિટીસથી પરેશાન લોકોને પણ ભીંડો ખાવાની સલાહ આપવામાં આવે છે કારણ કે તેમાં યુગેનૉલ હાજર હોય છે. ભીંડાથી સર્કરાના સ્તરને પણ નિયંત્રણમાં રાખી શકાય છે.
કેટલાક લોકો ભીંડાને માત્ર આરોગ્ય માટે ફાયદારૂપ માને છે પરંતુ ભીંડો વાળ માટે પણ ઘણો લાભદાયક છે તેના સેવનથી વાળ કાળા થાય છે અને તેને આંતરિક શક્તિ મળે છે.
ભીંડામાં ઘણા પોષક તત્વો મળી આવે છે જે બાળકોના શારીરિક અને માનસિક વિકાસ માટે ખૂબ જ ફાયદાકારક છે.