Cough Syrup: બાળકોને કફ સિરપ આપતા અગાઉ જરૂર ચેક કરો આ બાબતો, બની શકે છે જીવલેણ
વાતાવરણ બદલાતા જ બાળકની તબિયત ખરાબ થવા લાગે છે. ક્યારેક ઉધરસ અને શરદી થવી સામાન્ય બાબત છે. ઘણીવાર બાળકને ઉધરસ અને શરદી થાય કે તરત જ તેને કફ સિરપ આપવામાં આવે છે. જો તમે પણ આવું કંઈક કરો છો તો આ બાબતોનું ખાસ ધ્યાન રાખો શરદીને કારણે બાળકના ગળામાં ખૂબ જ કફ આવવા લાગે છે. આના ઈલાજ માટે માતા-પિતા વારંવાર કફની દવા આપે છે. પરંતુ કફ સિરપ આપતી વખતે આ મહત્વપૂર્ણ બાબતોનું ખાસ ધ્યાન રાખો.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appજ્યારે પણ તમે બાળકને કફ સિરપ આપો ત્યારે એ વાતનું ધ્યાન રાખો કે સિરપની આગળ D શબ્દ ન લખ્યો હોય. ડોક્ટરના મતે તેમાં ડીનો અર્થ થાય છે ડેક્સ્ટ્રોમીથોર્ફન. તે એક કફ સપ્રેસેન્ટ છે. આ પ્રકારની કફ સિરપ 5 વર્ષથી નાના બાળકને આપી શકાતી નથી.
બાળકને કફ સિરપ એવી રીતે પીવડાવો કે બાળકની છાતીમાં કફ અટવાઈ ન જાય, નહીંતર ઉધરસ વધી શકે છે અને બાળકને ન્યુમોનિયા થવાનું જોખમ વધી જાય છે.
5 વર્ષથી નાના બાળકને ટરબૂટેલાઇન અથવા લેવોસાલબુટામોલ સંયોજન કફ સિરપ આપો. આ એક બ્રોન્કોડાયલેટર છે જે જે બાળકના શ્વસન માર્ગને સાફ કરે છે.
આવી દવા પીવાથી બાળકને આરામ મળે છે અને શ્વાસ લેવામાં તકલીફ થતી નથી. આવા કફ સિરપમાં એમ્બ્રોક્સોલ હોય છે. જે એક મ્યૂકોલાઇટિક લાઈટ છે.
જે મ્યુકોલાઇટિક લાઇટ છે. આ બંને દવાઓ બાળકને થતા કફને બહાર કાઢે છે. પછી બાળકને કફની દવા ત્યારે આપવી જોઇએ જ્યારે તેને તાવ આવતો ના હોય. જો 3-4 દિવસ દવા આપ્યા પછી પણ ઉધરસ દૂર ન થાય તો ડૉક્ટરની સલાહ લો.