Dengue: કેટલો ખતરનાક છે ડેન્ગ્યૂ તાવ, કેમ ડેન્ગ્યૂની બીમારીથી માણસનો જીવ જઇ શકે છે ?
Dengue: વરસાદ આવતા જ ગરમીથી રાહત મળે છે પરંતુ ડેન્ગ્યૂનો પ્રકોપ વધી જાય છે. જેમ તમે જાણો છો, ડેન્ગ્યૂ એડીસ મચ્છરના કરડવાથી ફેલાય છે. ચાલો જાણીએ ડેન્ગ્યૂ રોગ કેટલો જીવલેણ છે ?
Download ABP Live App and Watch All Latest Videos
View In Appડેન્ગ્યૂ, મેલેરિયા અને વાયરલ તાવ આ દિવસોમાં ઝડપથી ફેલાઈ રહ્યો છે. ચિકનગુનિયા, મેલેરિયા, ડેન્ગ્યૂ જેવા ખતરનાક રોગો મચ્છરોના કરડવાથી ફેલાય છે.
ડેન્ગ્યૂ રોગમાં પ્લેટલેટ્સ ઝડપથી ઘટી જાય છે. જેના કારણે દર્દી ગંભીર સ્થિતિમાં પહોંચી શકે છે. ડેન્ગ્યૂમાં ખૂબ જ તાવની સાથે ઉલ્ટી અને માથાનો દુખાવો થવાની સમસ્યા રહે છે.
ડેન્ગ્યૂ તાવ એક ગંભીર વાયરલ ચેપ છે. જે એડીસ મચ્છરના કરડવાથી થાય છે. ડેન્ગ્યૂના રોગમાં ખૂબ જ તાવ, સ્નાયુઓ અને સાંધાઓમાં દુખાવો અને શરીર પર ચકામા આવે છે.
ડેન્ગ્યૂના ગંભીર લક્ષણોમાં હેમરેજિક તાવ, ડેન્ગ્યુ શોક સિન્ડ્રોમ, રક્તસ્રાવ, અંગ નિષ્ફળતા અને મૃત્યુ પણ સામેલ હોઈ શકે છે.
સામાન્ય માણસમાં 3-4 લાખ પ્લેટલેટ્સ હોય છે. પરંતુ ડેન્ગ્યૂના દર્દીના પ્લેટલેટ્સ અચાનક જ ઘટવા લાગે છે. ડેન્ગ્યૂના દર્દીના પ્લેટલેટ 1 લાખથી 50 હજાર સુધી પહોંચી જાય તો તે દર્દી માટે ચિંતાનો વિષય છે. દર્દીની પ્લેટલેટ્સ ઘટીને 10 હજાર થઈ જાય ત્યારે દર્દીની ગંભીર સ્થિતિ સર્જાય છે.
જો દર્દીના પ્લેટલેટ્સ ઝડપથી ઘટી રહ્યા હોય અને લોહી ચઢાવવાની જરૂર હોય તો તે ચિંતાનો વિષય છે, તેનાથી દર્દીનું મૃત્યુ પણ થઈ શકે છે.