Health: પગના દુખાવા અને સોજોને ન કરો નજરઅંદાજ, આ ગંભીર સમસ્યાના હોઇ શકે છે સંકેત
સ્વાસ્થ્ય નિષ્ણાતોના મતે હૃદય અને પગ વચ્ચે ઊંડો સંબંધ છે. હૃદય સંબંધિત સમસ્યાઓ પગની સાથે એકંદર આરોગ્યને પણ અસર કરી શકે છે. આ હાર્ટ પમ્પિંગ, પીએડી ધમની વગેરે જેવા રોગોથી પ્રભાવિત થઈ શકે છે. તેનાથી પગમાં રક્ત પરિભ્રમણ ઘટી શકે છે અને સોજો આવી શકે છે. જ્યારે પગને પમ્પ કરેલા લોહીમાંથી ઓક્સિજન મળતો નથી, ત્યારે ગંભીર સમસ્યાઓ થઈ શકે છે
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઅમેરિકન હાર્ટ એસોસિએશનના એક રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, ઘણી વખત હૃદય રોગના શરૂઆતના લક્ષણો પગમાં જોવા મળે છે પરંતુ લોકો તેના પર વધારે ધ્યાન આપતા નથી. જેમાં પગમાં દુખાવો અને સોજા જેવી સમસ્યાઓનો સમાવેશ હોઇ શકે છે. ચાલો જાણીએ હૃદય અને પગ વચ્ચે શું સંબંધ છે.
સ્વાસ્થ્ય નિષ્ણાતોના મતે પગમાં દુખાવો અને સોજો આવવાના ઘણા કારણો હોઈ શકે છે. તેમાં હાર્ટ પ્રોબ્લેમ પણ સામેલ છે. તેથી, કોઈપણ સમયે પગના દુખાવાની અવગણના કરવી ખતરનાક બની શકે છે. કોરોનરી આર્ટરી ડિસીઝ થવાથી હ્રદય રોગનું જોખમ પણ વધી શકે છે, જે પગને અસર કરે છે
પગને હેલ્ધી રાખવા માટે નિયમિત કસરત કરો અને પ્રોપર ડાયટ લો
તમારા પગની સારી સંભાળ રાખો. પગના દુખાવામાં રાહત મેળવવા માટે હૂંફાળા પાણીમાં સેક કરો.. જો તમને તમારા પગમાં સોજો, દુખાવો અથવા અન્ય સમસ્યાઓ હોય તો ડૉક્ટરની સલાહ લો.
હ્રદયરોગના લક્ષણો: ખભા અને પીઠમાં દુખાવો, વધુ પડતો થાક, પેટની તકલીફ, ખાટા ઓડકાર, શ્વાસ લેવામાં તકલીફ, હાથમાં સતત દુખાવો, ઉલટી અને ચક્કર આવવા, વધુ પડતો પરસેવો આવવો. બઘા જ સકંતે હાર્ટની સમસ્યાને દર્શાવે છે. જો આવા કોઇ લક્ષણો અનુભવાય તો નજરઅંદાજ ન કરો અને વિલંબ કર્યા વિના ડોક્ટરની સલાહ લો