Health: ત્વચામાં વારંવાર થતી આ સમસ્યાને અવગણશો નહિ, આ ગંભીર બીમારીના છે લક્ષણો
ઘણી વખત ત્વચામાં થતા સામાન્ય ફેરફારને આપણે અવગણીએ છીએ. જો કે ત્વચા પર થતા આ ફેરફાર કેટલીક ગંભીર બીમારીના સંકેત પણ હોઇ શકે છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appત્વચામાં જો વારંવાર ખંજવાળની સમસ્યા થતી હોય તો આ સમસ્યાને ગંભીરતાથી લેવી જરૂરી છે કારણે કે તે કિડનીની બીમારીના પણ સંકેત હોઇ શકે છે.
બોડીમાં આવતી ખંજવાળ પાછળ કેટલાક કારણો જવાબદાર હોય છે. મેડિસિનની સાઇડ ઇફેક્ટથી પણ આવું થઇ શકે છે.
જો આપને વારંવાર સ્કિનમાં ખંજવાળ આવતી હોય તો ડાયાબિટીસના કારણે પણ આવું થતું હોય છે. જેથી સમયસર કેટલાક ટેસ્ટ કરાવવા જરૂરી છે.
નસોમાં પ્રોબ્લેમ થવાથી પણ ત્વચા પર કેટલીક વખત ખંજવાળ આવે છે. તો બીજી તરફ પરર્ફ્યુમ અથવા કોઇ ક્રિમની એલર્જીના કારણે પણ આ સમસ્યા સર્જાઇ છે.
શરીરમાં ડાઘ પડી જવા અથવા ખજવાળ આવવી તે લોહીના વિકારના પણ સંકેત છે. આ સમસ્યા જો વારંવાર થતી હોય અને લાંબા સમય સુધી રહેતી હોય તો તેને અવગણ્યા વિના ડોક્ટરની સલાહ લેવી જરૂરી
ત્વચામાં જો વારંવાર ખંજવાળની સમસ્યા થતી હોય તો આ સમસ્યાને ગંભીરતાથી લેવી જરૂરી છે કારણે કે તે કિડનીની બીમારીના પણ સંકેત હોઇ શકે છે.