Health Tips: ફાસ્ટિંગ દરમિયાન શું આપ પણ ચા- કોફીનું વધુ સેવન કરો છો તો સાવધાન, જાણો નુકસાન
ઘણા સંશોધનો દર્શાવે છે કે, ઇન્ટરમિટેંટ ફાસ્ટિંગ વજનને ઘણી હદ સુધી નિયંત્રિત કરે છે. તેથી હાલ ઇન્ટર મિટેંટ ફાસ્ટિંગનો ટ્રેન્ડ વધ્યો છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઘણા લોકો 18 કલાક બાદ જ્યારે ફાસ્ટ બ્રેક કરે છે ત્યારે સ્વીટ ખાવાનું પસંદ કરે છે. જેથી તેઓ દિવસભર ઉર્જાવાન રહી શકે. પરંતુ આ રીતે સ્વીટનું સેવન વજન ઉતારવામાં તો બાધક બને જ છે સાથે સાથે સ્વાસ્થ્ય માટે પણ નુકસાનકારક છે.
એકવાર ખાંડ ખાવાની લત લાગી જાય છે તેને છોડવી મુશ્કેલ બની જાય છે. પ્રી ડાયબિટીસ કે ડાયાબિટિસની સમસ્યાથી બચવા માંગો છો તો ડાયટમાંથી સ્વીટને દૂર કરવી જરૂરી છે. આર્ટિફિશિયલ સુગર ફ્રી પણ સ્વાસ્થ્ય માટે નુકસાનકારક છે.
હાર્વર્ડ ટીએસ ચૈન સ્કૂલ ઓફ પબ્લિક હેલ્થ આંતરાયિક ઉપવાસને એક આહાર વ્યવસ્થાના રૂપમાં પરિભાષિત કરે છે. જે ઉપવાસની સંક્ષિપ્ત અવધિની વચ્ચે ચક્ર કરે છે. જેમાં કોઇ ફૂડ લેવામાં નથી આવતું. જેનાથી સ્વાભાવિક રીતે જ કેલેરીનું ઇનટેક ઘટી જાય છે.
ઉપવાસમાં સામાન્ય રીતે 12 કલાકથી એક મહિના સુધી ખોરાક અને પીણાંનો સતત ત્યાગ હોય છે. આને સંપૂર્ણ ત્યાગની જરૂર પડી શકે છે, અથવા ઓછી માત્રામાં ખોરાક અને પીણાંને મંજૂરી આપવી પડી શકે છે. પરંતુ IM નિયમોમાંથી કોઈપણ પીણાં અથવા વાનગીઓ કે જેમાં ખાંડ ઉમેરવામાં આવે છે તે માટે યોગ્ય નથી
ઇન્ટરમિટેંટ ફાસ્ટિંગમાં 16થી 18 કલાક ઉપવાસ કરવામાં આવે છે. આ 18 કલાક દરમિયાન માત્ર પાણી પીવાની છૂટ અપાઇ છે. વધીને આપ ચા-કોફી પી શકો છો પરંતુ આ સમયે પણ ચા કે કોફોમાં સુગરલેસ જ લેવી જોઇએ. કેટલાક લોકો ઇન્ટિરમિટેંટ ફાસ્ટિંગમાં 18 કલાક કંઇ ખાવાનું ન હોવાથી ચા કોફી વધુ પીવે છે. આ રીતેની છૂટછાટથી ઇન્ટરમિટેંટ ફાસ્ટિંગનું રિઝલ્ટ મળતું નથી