Fact Check: શું ખરેખર લેઇટ ખાવાથી વજન વધે છે? જાણો ડાયટિશ્યનનો શું છે મત
આજના સમયમાં સ્થૂળતા એક મોટી સમસ્યા બની ગઇ છે. કારણ કે, સ્થૂળતા વધવાને કારણે બીજી ઘણી બીમારીઓ પણ હુમલો કરે છે. આજે આપણે વાત કરીશું કે શું મોડા ખાવાથી સ્થૂળતા વધે છે?
Download ABP Live App and Watch All Latest Videos
View In Appખરાબ અને અનિયમિત આહાર શૈલીના કારણે લોકો સ્થૂળતાનો શિકાર બને છે. વજન વધવાના ઘણા ગંભીર કારણો હોઈ શકે છે. સ્થૂળતા વધવાથી લોકો અનેક બીમારીઓનો શિકાર બને છે. જેમ કે ડાયાબિટીસ, હાઈ બીપી, હૃદય સંબંધિત રોગો.
આરોગ્ય નિષ્ણાતો કહે છે કે રાત્રિભોજન સાંજે 7 વાગ્યા સુધીમાં કરી લેવું જોઈએ? આજે આપણે એ હકીકત વિશે વાત કરીશું કે, શું મોડું જમવાથી વજન વધે છે કે, વહેલું ભોજન કરવાથી વજન નિયંત્રણમાં રહે છે, તે માત્ર માન્યતા છે.
નાનપણથી આપણે સાંભળતા આવ્યા છીએ કે, ભોજન વહેલું ખાવું જોઈએ. કેટલાક માને છે કે રાત્રિભોજન હળવું હોવું જોઈએ, જ્યારે કેટલાક સ્વાસ્થ્ય નિષ્ણાતો કહે છે કે, શરીરની જરૂરિયાતો અનુસાર ખોરાક લેવો જોઈએ.
ઓન્લી માય હેલ્થમાં છપાયેલા સમાચાર મુજબ, જો મોડી રાત્રે વધુ પડતું ઓઇલી અને ફેટી ફૂડ ખાવાથી વજન વધે છે. આ જ રીતે જો સાંજે વહેલું અને લાઇટ ડિનર લેવાથી વજન નિયંત્રણમાં રહે છે
જો તમે શરીરની જરૂરિયાત કરતાં વધુ ખોરાક લો છો, તો તેનાથી શરીરને ઘણું નુકસાન થાય છે. આનાથી તરત જ વજન વધી શકે છે. થોડા સમય પછી તમે ધીરે ધીરે સ્થૂળતાનો શિકાર બનશો