Health: શાકાહારી લોકો માટે પ્રોટીનનો ઉત્તમ સોર્સ છે આ ફૂડ, જાણો શરીર માટે કેમ અનિવાર્ય?
પ્રોટીન એક મોલેકયૂલ છે. જે સેલ સ્ટ્રકચર, ઇમ્યુનિટી ફંકશન, મૂવમેન્ટ કેમિકલ અને રિએકશન હાર્મોન સિંથેસિસ સહિત અને ઘણા ફંકશન માટે જરૂરી છે. શાકાહારી લોકો માટે પ્રોટીનના ક્યાં સોર્સ છે જાણીએ
Download ABP Live App and Watch All Latest Videos
View In Appશાકાહારી પ્રોટીન રિચ ફૂડ- શાકાહારી રિચ પ્રોટીન ફૂડ વિશે સમજતાં પહેલે એ જાણીએ કે, પ્રોટીન કેમ જરૂરી છે. પોટીન મસલ્સ પાવર અને માંસપેશીને મજબૂત બનાવવા માટે ખૂખ જ ઉપયોગી છે.
30 ગ્રામ કોળાના બીજમાંથી 7.3 ગ્રામ પ્રોટીન મળે છે અને ઝીંક અને આયર્નના ઉપયોગી સ્ત્રોતો પૂરા પાડે છે. કોળાના બીજને ક્યારેય ફેંકો નહી. તેને શેકીને અથવા સલાડમાં ઉમેરીને તેનું સેવન કરો. આ બીજ પ્રોટીનનો સારો સોર્સ છે.
પ્રોટીન અને ફાઈબરનો ઉત્તમ સોર્સ ચણા પણ છે. ચણા એમિનો એસિડથી પણ સમૃદ્ધ છે. 80 ગ્રામ ચણામાં 6 ગ્રામ પ્રોટીન હોય છે.
સંતૃપ્ત સોયા મિલ્કમાંથી બનેલ 100 ગ્રામ ટોફુમાંથી લગભગ 8.1 ગ્રામ પ્રોટીન મળે છે. તેનો ઉપયોગ ટોફુ બ્રેકી પેનકેક બનાવવા અથવા જાપાનીઝ પ્રેરિત સલાડ બનાવવા માટે થઈ શકે છે.
પિસ્તાનો ઉપયોગ મીઠાઈઓ અને પુડિંગ્સમાં થાય છે. આ સ્વાદિષ્ટ બદામ રક્ષણાત્મક ગુણધર્મોથી પણ ભરપૂર છે. અન્ય નટ્સની તુલનામાં, પિસ્તામાં ચરબી અને કેલરીનું પ્રમાણ સૌથી ઓછું અને પોટેશિયમ સૌથી વધુ હોય છે. માત્ર 30 ગ્રામ પિસ્તા ખાવાથી તમને 5.4 ગ્રામ પ્રોટીન મળે
રાજમા પોટેશિયમ, ફોલેટ અને ફાઈબર સહિત હૃદય માટે ફાયદાકારક પોષક તત્વોથી સમૃદ્ધ છે. તે પ્રોટીનનો પણ સારો સ્ત્રોત છે. રાજમા (રાંધેલા) 80 ગ્રામ ભાગમાં 5.5 ગ્રામ પ્રોટીન હોય છે.
માત્ર 30 ગ્રામ (લગભગ મુઠ્ઠીભર) કાજુ ખાવાથી 5.3 ગ્રામ પ્રોટીન મળશે. કાજુ આયર્ન અને ઝિંકનો ઉત્તમ સ્ત્રોત છે.
બદામ હાડકા માટે કેલ્શિયમ અને મેગ્નેશિયમ જેવા ખનિજોનો ખૂબ જ ફાયદાકારક સ્ત્રોત છે.
મગફળી વાસ્તવમાં ડ્રાય ફ્રૂટ તો નથી, પરંતુ સોયાબીન, મસૂર અને વટાણાની સાથે ફલિયા પરિવારનો સભ્ય છે. તે ઝાડમાં ઉપર નહિ પરંતુ જમીનમાં અંદર ઉગે છે. જે પ્રોટીનનો સમૃદ્ધ સ્ત્રોત છે. થોડી મુઠ્ઠીભર મગફળી અથવા 2 ચમચી પીનટ બટરમાં લગભગ 8 ગ્રામ પ્રોટીન હોય છે.