Sabudana Dosa: ઢોસા તો અનેકવાર ખાધા જ હશે, પરંતુ આજે ટ્રાય કરો સાબુદાણાના ઢોસા
લોકો સામાન્ય રીતે ઉપવાસ દરમિયાન તળેલી અને મીઠી વસ્તુઓનો વધુ પડતો ઉપયોગ કરે છે. જેના લીધે લોકોની તબિયત ખરાબ થવાનો ભય વધારે રહે છે. તેથી તેઓએ આવી વસ્તુઓ ખાવાથી દૂર રહેવું જોઈએ.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઉપવાસમાં તળેલી કે મીઠી વસ્તુઓ ખાવાને બદલે તમે ફળો, સલાડ કે સાબુદાણા ના ઢોંસા જેવી કેટલીક વાનગીઓ ખાવી જોઈએ. ઢોંસા બનાવવા માટે તમારે ફક્ત ચાર વસ્તુઓની જરૂર છે - સાબુદાણા, સામાના ચોખા, દહીં અને મીઠું - જેનો ઉપયોગ કેટલાક સુપર ટેસ્ટી ઢોસા બનાવવા માટે થઈ શકે છે.
સાબુદાણા ઢોસા એ ભરપૂર ભોજન છે, જે કાર્બોહાઇડ્રેટ્સથી ભરપૂર છે અને ઉપવાસ દરમિયાન તમને ટકાવી રાખવા માટે પૂરતી ઊર્જા આપશે. તમે નારિયેળની ચટણી સાથે ઢોસાને મિક્સ કરીને આરોગ્યપ્રદ કોમ્બો બનાવી શકો છો. તમે આ સ્વાદિષ્ટ સાબુદાણા ઢોસા અન્ય કોઈપણ દિવસે પણ ટ્રાય કરી શકો છો.
સાબુદાણાને 4 કલાક અને સામાના ચોખાને લગભગ 30 મિનિટ પલાળી રાખો. બ્લેન્ડરમાં પલાળેલા સાબુદાણા, ચોખા, દહીં અને થોડું પાણી ઉમેરો. ઘટ્ટ પેસ્ટ બનાવવા માટે બ્લેન્ડ કરો. સારી રીતે મિક્ષ કરવા માટે થોડું પાણી ઉમેરો અને ફરીથી બ્લેન્ડ કરો. બેટરને એક બાઉલમાં કાઢી લો. બેટર પાતળું હોવું જોઈએ. સ્વાદ મુજબ મીઠું નાખીને બરાબર મિક્ષ કરી લો