ફેટી લીવર અથવા લીવરમાં સોજાના લક્ષણો શું છે, તેને કઈ રીતે ઓળખશો, જાણો બચાવના ઉપાય
જ્યારે લીવરના કોષોમાં ચરબી જમા થવા લાગે છે ત્યારે લીવરમાં ધીમે ધીમે સોજા આવવા લાગે છે. તેને ફેટી લીવર કહે છે. ફેટી લીવરના કિસ્સામાં શરીરમાં કેલરીની માત્રા ચરબીમાં પરિવર્તિત થાય છે. લીવરના કોષોમાં ચરબી જમા થવા લાગે છે અને તેનાથી સોજો વધે છે. આ સોજો લીવરને પણ નુકસાન પહોંચાડી શકે છે. જ્યારે શરીરમાં ચરબીનું પ્રમાણ લીવરના વજન કરતાં 10% વધી જાય છે, ત્યારે તે ફેટી લિવરમાં ફેરવાય છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appતેની પાચન તંત્ર પર અસર થાય છે. ઘણી વખત આ સમસ્યા આગળ વધ્યા પછી સ્પષ્ટ થાય છે. આવી સ્થિતિમાં ફેટી લીવરને ઠીક કરવું મુશ્કેલ બની જાય છે. આવો જાણીએ ફેટી લિવરના લક્ષણો અને તેનાથી કેવી રીતે બચી શકાય.
ફેટી લિવર બે પ્રકારના હોય છે, એક આલ્કોહોલિક ફેટી લિવર અને બીજું નોન-આલ્કોહોલિક ફેટી લિવર. આલ્કોહોલિક ફેટી લીવર વધુ પડતા દારુ પીવાના કારણે થાય છે, જ્યારે નોન-આલ્કોહોલિક ફેટી લીવર ખોરાકને કારણે થાય છે. આવી સ્થિતિમાં લોકોએ તેલયુક્ત અને બહારનો ખોરાક ટાળવો જોઈએ. સ્થૂળતા અથવા ડાયાબિટીસ ધરાવતા દર્દીને ફેટી લીવરની સમસ્યા થવાનું જોખમ વધારે હોય છે.
ફેટી લીવર દરમિયાન ઉલ્ટી થવી ઉબકા આવવા, ભૂખ ઓછી લાગવી, ખોરાક યોગ્ય રીતે ન પચવો, ખૂબ જ થાક લાગવો, ઝડપથી વજન ઘટવું, પેટના ઉપરના ભાગમાં સોજા આવવા આ તેના લક્ષણો છે.
વધુ પડતો દારૂ પીવો, ખોરાકમાં વધુ પડતા તેલનો ઉપયોગ કરવો, વધુ પડતો મસાલેદાર ખોરાક ખાવો, ટાઈપ 2 ડાયાબિટીસ, સ્થૂળતા, લોહીમાં ચરબીનું પ્રમાણ વધવું, હાઈ કોલેસ્ટ્રોલ હોવું, આનુવંશિક કારણોથી ફેટી લીવરની સમસ્યા થઈ શકે છે.
ફેટી લીવરથી બચવા માટે તમારે નારિયેળ પાણી, કઠોળ, કઠોળનું પાણી, છાશ જેવી વસ્તુઓનું વધુ સેવન કરવુ જોઈએ. દરરોજ થોડી કસરત કરો અને ચાલવાને તમારા જીવનનો એક ભાગ બનાવો.
જમવામાં લસણનું સેવન કરો. લસણ ઉમેરીને શાકભાજી રાંધો. સાંજે 7-8 વાગ્યા સુધીમાં ભોજન લો અને મોડી રાત્રે ખાવાનું ટાળવું જોઈએ. વાસી વસ્તુઓ ખાવાનું ટાળો અને તમારા ખોરાકને સારી રીતે ચાવો. તમારા આહારમાં શક્ય હોય ત્યાં સુધી બ્રોકોલી, માછલી જેવી વસ્તુઓનો ઉપયોગ કરો.