Monsoon Diseases: ચોમાસામાં આ બીમારીઓ બની શકે જીવલેણ, આ રીતે કરો બચાવ
Monsoon Diseases : હાલ વરસાદ પડી રહ્યો છે, જેના કારણે ગરમીથી રાહત મળી છે. દેશના અનેક ભાગોમાં ચોમાસાના આગમનથી વાતાવરણ ખુશનુમા બની ગયું છે. જો કે આ વરસાદ રાહતની સાથે સાથે અનેક બીમારીઓ પણ લઈને આવે છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઆ ઋતુમાં અનેક ખતરનાક બીમારીઓનો ખતરો વધી જાય છે. કેટલીક બીમારીઓ એવી હોય છે જેની સમયસર સારવાર ન કરવામાં આવે તો મૃત્યુ પણ થઈ શકે છે. આવી સ્થિતિમાં, ચાલો જાણીએ કે આ રોગોના લક્ષણોને કેવી રીતે ઓળખી શકાય અને તેનાથી બચવાના ઉપાયો શું છે.
આરોગ્ય નિષ્ણાતોના મતે વરસાદની ઋતુમાં વાતાવરણ ભેજવાળુ બની જાય છે. તેના કારણે બેક્ટેરિયા અને વાયરસને વધવા માટે અનુકૂળ હવામાન મળે છે, જે ઘણી બીમારીઓનું કારણ બને છે.
આ સિઝનમાં વાઈરલ અને બેક્ટેરિયલ ઈન્ફેક્શનનું જોખમ વધારે હોય છે, જેમાં બાળકો અને વૃદ્ધો સૌથી વધુ સંવેદનશીલ હોય છે.
તબીબોના જણાવ્યા અનુસાર ઝાડા, ટાઈફોઈડ, વાયરલ ફીવર, ડેન્ગ્યુ અને મેલેરિયાનું જોખમ સૌથી વધુ હોય છે અને વરસાદની મોસમમાં તે ઝડપથી ફેલાય છે. ટાઈફોઈડ અને ઝાડા ખરાબ ખાવા-પીવાના કારણે થાય છે. ઉલ્ટી અને ઝાડા થવાની સમસ્યા પણ રહે છે. કેટલાક બેક્ટેરિયા વાયરલ તાવનું કારણ પણ બને છે. આ સિઝનમાં ફ્લૂનું જોખમ પણ વધારે હોય છે.
વરસાદની ઋતુમાં ડેન્ગ્યુ અને મેલેરિયા જેવા રોગોને કારણે સૌથી મોટો ખતરો છે. બંને મચ્છર કરડવાથી ફેલાય છે. આ સિઝનમાં પાણી એકઠું થઈ જાય છે, જેમાં મચ્છરોની ઉત્પત્તિ થાય છે. તેના કરડવાથી ડેન્ગ્યુ અને મેલેરિયા વધે છે. જો સમયસર સારવાર ન કરવામાં આવે તો તે જીવલેણ પણ બની શકે છે.
મચ્છરોને ઘરની આસપાસ કે છત પર પાણી જમા ન થવા દો. તમારા આહારનું ખાસ ધ્યાન રાખો, બહારનો ખોરાક ટાળો. માત્ર સ્વચ્છ અને ઉકાળેલું પાણી પીવો. સ્વચ્છતા પ્રત્યે બેદરકાર ન રહો. સમયાંતરે હાથ ધોવાનું રાખો.