Health : ભીંડો સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક, આજે જ ડાયેટમાં કરો સામેલ
દરેક પ્રકારના લીલા શાકભાજી ખાવા સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે. શરીરમાં કોલેસ્ટ્રોલ વધવાને કારણે હૃદયને લગતી બિમારીઓમાં વધારો થઇ જાય છે. ભીંડામાં રહેલુ પેક્ટિન નામનું તત્વ કોલેસ્ટ્રોલ કંટ્રોલ કરવામાં મદદ કરે છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appભીંડામાંથી એન્ટી ઓક્સ્ડિન્ટ પણ સારી માત્રામાં મળી છે. આ કારણે તમારે ભીંડાને ડાયેટમાં જરુર સામેલ કરવો જોઈએ.
ભીંડામાં વિટામિન A અને બીટા કેરોટિન સૌથી મહત્વના પોષક તત્વો મળી આવે છે અને આ જ બંને આંખોની રોશની માટે ફાયદાકારક છે.
વિટામિન A અને બીટા કેરોટિન જેવા પોષક તત્વો છે જે આંખોમાં થતા મોતિયા અને બીજી બિમારીઓથી દૂર કરવામાં મદદરૂપ થાય છે.
ભીંડામાં ડાઇટ્રી ફાઇબર ભરપૂર માત્રામાં હોય છે. જે બ્લડ શુગરને કંટ્રોલ રાખવાનું કામ કરે છે.
ભીંડાનું એન્ટી ડાયાબિટીક ગુણ બીટા સેલ્સ વિકાસમાં પણ અસરકારક પુરવાર થાય છે.
ભીંડામાં બીજા શાકભાજીની સરખામણીએ વધુ માત્રામાં કોન્સેન્ટ્રેટેડ એન્ટી ઓક્સિડન્ટ હોય છે. આ એન્ટી ઓક્સિડન્ટ ફ્રી- રેડિકલ્સની અસરથી આપણા કોષોને બચાવે છે અને કેન્સરથી શરીરનું રક્ષણ કરે છે.