Healthy Breakfast: ચા સાથે જરૂર ટ્રાય કરો આ હેલ્ધી અને ટ્રેસ્ટી નાસ્તા, સ્ટેમિના જળવાશે
ડાયેટિંગ કરતી વખતે, ફૂડની પહેલી પસંદ ઓઇલ ફ્રી ફૂડ હોય છે, તો ચાલો આજે તમને એવા જ કેટલાક હેલ્ધી સ્નેક્સ વિશે જણાવીએ, જે એકદમ હેલ્ધી છે. જો તમે હેલ્ધી ફૂડ ખાવા ઈચ્છો છો અને તમારું વજન કંટ્રોલ કરવા ઈચ્છો છો તો આ નાસ્તા ચોક્કસ ટ્રાય કરો. ,
Download ABP Live App and Watch All Latest Videos
View In Appમખાના પણ નાસ્તા માટે બેસ્ટ ઓપ્શન છે. તેને દેશી ઘીમાં શેકીને લઇ શકાય છે.
ખાખરા – સાંજની ચા સાથે ખાવામાં પૌષ્ટિક અને સ્વાદિષ્ટ લાગતા ખાખરા લઇ શકાય. તે ખૂબ જ ઓછી માત્રામાં તેલનો ઉપયોગ કરવામાં આવે છે.
ડાયેટ ચેવડો - તમે તેને ચા સાથે વીકમાં એકાદ બે વખત લઇ શકો છો. મકાઇના પૌવાનો ચેવડો વેઇટ નથી વધારતો અને સ્વાદમાં પણ સારો લાગે છે.
કારામેલાઈઝ્ડ પીનટ્સ - કોઈપણ તેલનો ઉપયોગ કર્યા વિના શેકેલી મગફળી આપ સવારના નાસ્તામાં લઇ શકો છો.
બીજ - કોળું, સૂર્યમુખી, તરબૂચ, સોયાબીન અને સફેદ-કાળા તલ સિવાય પણ બીજા ઘણા પ્રકારના બીજ છે, જે વજન ઘટાડવામાં મદદ કરે છે. જો આ બીજને શેકી તેમાં સેંધા નમક અને કાળા મરી નાખવામાં આવે તો સ્વાદિષ્ટ નાસ્તો તૈયાર કરી શકાય છે.
શેકેલા ડ્રાય ફ્રૂટ્સ - કાજુ, બદામ, મગફળી, પિસ્તા અને અન્ય ડ્રાય ફ્રૂટ્સને વધુ સ્વાદિષ્ટ બનાવવા માટે તેને વિવિધ મસાલા સાથે મિક્સ કરીને ખાઈ શકાય છે.