World Lung Cancer Day: ફેફસાને જીવનભર હેલ્ધી રાખવા માટે આ હર્બ્સને ડાયટમાં કરો સામેલ
World Lung Cancer Day: વિશ્વમાં મૃત્યુનું સૌથી સામાન્ય કારણ ફેફસાનું કેન્સર છે. ફેફસાના કેન્સરના જોખમો વિશે જાગૃતિ લાવવા માટે દર વર્ષે 1 ઓગસ્ટના રોજ વર્લ્ડ લંગ કેન્સર ડે મનાવવામાં આવે છે. ચાલો જાણીએ કઇ એવી જડીબુટ્ટીઓ છે, જે ફેફસાંને સ્વસ્થ રાખે છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appફેફસાંનું શરીર માટે કેટલું મહત્વનું અંગ છે, તે આ વાત પરથી સમજી શકાય છે કે, ફેફસાં દ્વારા જ આપણા શરીરમાં ઓક્સિજન પહોંચે છે. જે ક્ષણના વિલંબ કે આરામ વિના સતત પોતાનું કામ કરતા રહે છે. તેથી જ તેમને સ્વસ્થ રાખવું ખૂબ જ મહત્વપૂર્ણ છે,
વિટામિન A, E, C, D, મેગ્નેશિયમ, એન્ટીઓક્સિડેન્ટ અને કેલ્શિયમથી ભરપૂર આહાર ફેફસાંને સ્વસ્થ રાખવામાં મહત્વની ભૂમિકા ભજવે છે. આ સિવાય કેટલીક ખાસ ઔષધિઓની મદદથી ફેફસાં પોતાનું કામ યોગ્ય રીતે કરી શકે છે.
તુલસી-ફેફસાંને સ્વસ્થ રાખવામાં તુલસીનું સેવન ખૂબ જ ફાયદાકારક છે. તેના પાન શ્વાસ સંબંધિત અનેક રોગોમાં ફાયદાકારક છે. તુલસીના પાનમાં યુજેનોલ નામનું તત્વ હોય છે, જે શરદી, ઉધરસ જેવી સમસ્યાઓનો સામનો કરવામાં ખૂબ અસરકારક છે. તુલસીના પાનનું રોજ સેવન કરવાથી શરીરની રોગપ્રતિકારક શક્તિ વધે છે. જેના કારણે ઇન્ફેક્શનની સાથે-સાથે ફેફસાના અન્ય રોગોથી પણ બચી શકાય છે.
ફુદીનો- ફુદીનો પણ ફેફસાં માટે તંદુરસ્ત ઔષધિ તરીકે ઓળખાય છે. વાસ્તવમાં તેમાં હાજર એન્ટી-ઓક્સીડેન્ટ ફેફસાંને સ્વસ્થ રાખવાનું કામ કરે છે. ફુદીનો સ્નાયુઓને આરામ આપે છે અને શ્વસન માર્ગમાં આવતા અવરોધોને દૂર કરે છે, જેથી તમે સારી રીતે શ્વાસ લઈ શકો.
જેઠીમધ- સોજા અને બળતરા વિરોધી ગુણ ફેફસાંને ચેપથી દૂર રાખવામાં અસરકારક છે. જો તમને શ્વાસ લેવામાં તકલીફ થઈ રહી હોય, ગળામાં ખરાશ થઈ રહી હોય તો તેના માટે જેઠીમધનુ સેવન હિતકારી છે. જેઠીમધનો નાનકડો ટૂકડો શ્વસન માર્ગને સાફ કરી શકે છે અને ફેફસાના કાર્યમાં સુધારો કરી શકે છે.
સૂંઠ- જો તમને છાતીમાં મૂંઝોરા થતો હોય, શ્વાસ લેવામાં તકલીફ થઈ રહી હોય. તો તમારે આ ઔષધિનું સેવન કરવું જોઈએ, જે ખૂબ જ જલ્દી લાભ આપે છે. તે ફેફસામાં ઇન્ફેકશનને દૂર કરે છે. અને ફેફસાને ક્લિન કરવાનું કામ કરે છે. સૂંઠ ફેફસાની કાર્યક્ષમતાને વઘારે છે.