Health Insurance: શું કેન્સરના દર્દીઓનો પણ થાય છે હેલ્થ ઇન્શ્યૉરન્સ ? જાણી લો આ નવો નિયમ
Health Insurance: એવું ઘણી વખત જોવા મળ્યું છે કે આરોગ્ય વીમા કંપનીઓ એવા લોકોને પૉલીસી આપવાનો ઇનકાર કરે છે જેમને કેન્સર અથવા એઇડ્સ જેવી ગંભીર બીમારીઓ છે. જ્યારે પણ આપણે બિમાર પડીએ કે આપણી તબિયત અચાનક બગડે ત્યારે આપણે દવાખાને જઈએ છીએ, પરંતુ આજકાલ ખાનગી હૉસ્પીટલોમાં સારવાર ખૂબ મોંઘી થઈ ગઈ છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appમોંઘી સારવારને કારણે ઘણા લોકો સરકારી દવાખાનાના ચક્કર લગાવે છે અને ક્યારેક તેમની તબિયત વધુ બગડવા લાગે છે. આવી સ્થિતિમાં સ્વાસ્થ્ય વીમો હોવો ખૂબ જ જરૂરી છે.
હેલ્થ ઈન્સ્યોરન્સને લઈને લોકોના મનમાં અનેક પ્રકારના સવાલો ઉદ્દભવે છે, તેમાંથી એક સવાલ એ છે કે શું કેન્સર જેવી ગંભીર બીમારીવાળા લોકો ઈન્સ્યોરન્સ લઈ શકે છે? ઘણીવાર એવું જોવા મળ્યું છે કે વીમા કંપનીઓ કેન્સર અને એચઆઈવી એઈડ્સ જેવી ગંભીર બિમારીઓથી પીડિત દર્દીઓને પોલિસી આપવાનો ઈન્કાર કરે છે.
હવે ઈન્સ્યોરન્સ ડેવલપમેન્ટ ઓથોરિટી ઓફ ઈન્ડિયાએ સ્પષ્ટ કર્યું છે કે કેન્સરના દર્દીઓ પણ હેલ્થ ઈન્સ્યોરન્સ મેળવી શકે છે. કોઈપણ કંપની તેને આપવાનો ઇનકાર કરી શકે નહીં.
ઓથોરિટી દ્વારા સ્વાસ્થ્ય વીમા માટે રાહ જોવાનો સમયગાળો પણ ઘટાડી દેવામાં આવ્યો છે. એવું પણ કહેવામાં આવ્યું છે કે હવે દરેક ઉંમરના લોકો સ્વાસ્થ્ય વીમો લઈ શકશે.
તેનો અર્થ એ કે કેન્સર અથવા અન્ય કોઈ ગંભીર બિમારીથી પીડિત લોકો પોતાના માટે સ્વાસ્થ્ય વીમો લઈ શકે છે. જો કોઈ ના પાડે તો તમે તેની ફરિયાદ કરી શકો છો.