Alert: ઓમિક્રૉનની એન્ટ્રી થતાં જ શરીરમાં આ ત્રણ જગ્યાએ થયા છે અસહ્ય દુઃખાવો, જાણો નવા લક્ષણો વિશે.........
Covid-19 : કોરોનાના નવા વેરિએન્ટ ઓમિક્રૉને દુનિયાભરમાં ખરેખરમાં તબાહી મચાવી દીધી છે. આ પહેલાના વેરિએન્ટ કરતા વધારે ખતરનાક છે. વળી ઓમિક્રૉનના કેટલાક લક્ષણ પણ હવે સામે આવી રહ્યાં છે, જેમાં કેટલાક એવા છે જે ઘણા મહિનાઓ સુધી તમને અસર કરી શકે છે, આવા લક્ષણોને ભૂલથી પણ નજરઅંદાજ ના કરવા જોઇએ કેમ કે આ ઓમિક્રૉન વેરિએન્ટના પણ સંકેત હોઇ શકે છે. અહીં અમે તમને બતાવીશું કે તે કયા લક્ષણો છે જેને તમારે ક્યારેય પણ ઇગ્નૉર ના કરવા જોઇએ.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appસતત માથામાં દુઃખાવો થવો- જો તમારે સતત માથામાં દુઃખાવો થતો રહે છે, તો તેને હલ્કામાં ના લેવુ જોઇએ. કેમ કે આ ઓમિક્રૉનનુ જ લક્ષણ છે. આવામાં તમારે તમારા ડૉક્ટરને બતાવવુ જરૂરી છે અને કૉવિડનો ટેસ્ટ કરાવવો જોઇએ. રિપોર્ટ ના આવે ત્યાં સુધી તમારા માસ્ક પહેરી રાખવુ જોઇએ. એટલુ જ નહીં લોકોથી દુરી પણ બનાવવી જોઇએ.
સામાન્ય તાવ- કોરોનાના પહેલા અને પછી સામાન્ય તાવ રહેવો એ એક કૉમન લક્ષણ છે. વળી, ઓમિક્રૉન દરમિયાન પણ લોકોને તાવની ફરિયાદ છે. એટલે જો તમારે પણ ઘણા દિવસોથી તાવની ફરિયાદ છે તો આને ઇગ્નૉર ના કરો, પરંતુ પોતાનો કૉવિડ ટેસ્ટ કરાવી લો, જેથી સારવર શરૂ થઇ શકે.
આંખોમાં દુઃખાવો- જો તમારી આંખોમાં દુઃખાવાની ફરિયાદ કે સોજો થવો કે આંખો બળતી હોય, પાણી નીતરતુ હોય તો ઇગ્નૉર ના કરો. આ પણ કોરોનાનુ એક લક્ષણ છે. આને ડૉક્ટરની સલાહ લઇને સારવાર કરાવો.
આ રીતે કરો ઓમિક્રૉનથી બચાવ- કોરોના વાયરસથી બચવા માટે સાફ-સફાઇનુ ધ્યાન રાખવુ સૌથી વધુ જરૂરી છે. આની સાથે જ હંમેશા માસ્ક લગાવીને રાખો અને હાથોને સમય સમય પર સાબુથી ધોતા રહેવુ જોઇએ. આ ઉપરાંત જો તમે વેક્સીન નથી લીધી તો તરત જ વેક્સીન લઇ લો. આમ કરીને તમે ખુદને સંક્રમિત થતા બચાવી શકો છો.