Sweet Potatoes:શિયાળામાં જરૂર ખાઓ શક્કરિયા, સ્વાસ્થ્યને થાય છે આ ચોંકાવનાર ફાયદા
શક્કરિયા પોષકતત્વોથી ભરપૂર છે. શિયાળામાં શક્કરિયાને શેકીને તેની ચાટ બનાવીને ખાઓ. શક્કરિયા ખાવાથી શરીરને અનેક ફાયદા થાય છે
Download ABP Live App and Watch All Latest Videos
View In Appશક્કરિયાનું સેવન કરવાથી શરીરને ગજબ ફાયદા થાય છે. શક્કરિયામાં ફાઇબર, પોટેશિયમ, વિટામિન સી ભરપુર માત્રામાં છે.
શિયાળામાં શક્કરિયા વધુ આવે છે અને તે શરીરને પણ ગરમ રાખે છે. જેથી શિયાળામાં તેનું સેવન હિતકારી છે. શક્કરિયાનું સેવન પાચનતંત્રને પણ દુરસ્ત રાખે છે.કબજિયાતની સમસ્યાને પણ દૂર કરે છે.
શક્કરિયા વજન ઘટાડવામાં મદદરૂપ છે. તેમાં મોજૂદ ફાઈબર પેટને લાંબા સમય સુધી ભરેલું રાખે છે. જેના કારણે તમને ભૂખ નથી લાગતી અને વજન કંટ્રોલમાં રહે છે. તેથી જો તમે તેનું રોજ સેવન કરી શકો તો તમે સરળતાથી વજન ઘટાડી શકો છો.
શક્કરિયા ખાવાથી આંખો લાંબા સમય સુધી સ્વસ્થ રહે છે. કારણ કે શક્કરિયામાં જોવા મળતું બીટા કેરોટીન આંખોની રોશની વધારવાની સાથે આંખોને લાંબા સમય સુધી સ્વસ્થ રાખવામાં મદદ કરે છે.શક્કરટેટી ખાવાથી આંખના રોગો થવાનું જોખમ ઓછું થાય છે.