Health Tips: શિયાળામાં મધનું સેવન કરવાથી મળશે અનેક ફાયદા, અનેક રોગોમાંથી મળશે છૂટકારો
ઝડપથી વજન ઘટાડવા માટે તમે ઘરેલું ઉપચાર પણ અપનાવી શકો છો. તમારા ભોજનમાં મધનો સમાવેશ કરો, તે વજન ઘટાડવામાં મદદ કરશે. મધથી તમારું વજન ઘટશે અને તમારા સ્વાસ્થ્યને પણ ઘણા ફાયદા થશે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appવજન ઘટાડવા માટે મધ અને લીંબુ પાણી સૌથી અસરકારક છે. હૂંફાળા પાણીમાં મધ મિક્સ કરીને તેમાં અડધુ લીંબુનો રસ નિચોરીને પીવું.
લસણ ખાવું સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે. જો આપ સવારે લસણની 2-3 કળી ખાવાની ઈચ્છા હોય તો સૌપ્રથમ તેની પેસ્ટ બનાવી લો અને હવે તેમાં 2 ચમચી મધ મિક્સ કરીને હૂંફાળા પાણી સાથે પીવો. તેનાથી તમારું બ્લડ પ્રેશર કંટ્રોલમાં રહેશે અને વજન પણ ઘટશે.
જો તમારે પાતળા થવું હોય તો દૂધમાં ખાંડને બદલે મધનો ઉપયોગ કરી શકો છો. તમે દૂધમાં એકથી બે ચમચી મધ મિક્સ કરીને પી શકો છો. આનાથી દૂધ પણ મધુર બનશે અને મધ તમારા પેટની ચરબી ઘટાડવામાં પણ મદદ કરશે.
જો તમને ભૂખ લાગી હોય અને ઝડપથી કંઇક ખાવું હોય તો તો તમે બ્રાઉન-બ્રેડ અને મધ ખાઈ શકો છો. આના કારણે તમારું પેટ પણ ભરાઈ જશે અને કેલેરી પણ ઓછી માત્રામાં શરીરમાં જશે. તેનાથી તમારા પેટની ચરબી પણ ઘણી હદ સુધી ઘટી જશે
Disclaimer- સમાચારમાં આપવામાં આવેલી કેટલીક માહિતી મીડિયા રિપોર્ટ્સ પર આધારિત છે. કોઈપણ સૂચનને અમલમાં મૂકતા પહેલા, તમારે સંબંધિત નિષ્ણાતની સલાહ લેવી જોઈએ.