શરદી-ઉધરસથી છૂટકારો મેળવવા માટે અસરકારક છે આ સાત વસ્તુ
શિયાળાની શરૂઆત થઇ ગઇ છે. ધીમે ધીમે ઠંડીમાં વધારો નોંધાઇ રહ્યો છે. પરંતુ આ ફેરફાર માનવ શરીર પર મોટી અસર કરે છે અને લોકો બીમારીની ઝપેટમાં આવી જાય છે. આ બદલાતી સીઝનમાં મોટી સંખ્યામાં લોકો શરદી અને ઉધરસનો શિકાર બને છે. સામાન્ય રીતે શરદી અને ઉધરસ લગભગ 7 થી 10 દિવસ સુધી રહે છે. આ સમસ્યાથી છૂટકારો મેળવવા માટે લોકો ઘરેલું ઉપચાર અને દવાઓનો ઉપયોગ કરે છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appકેળામાં પોટેશિયમ ભરપૂર માત્રામાં હોય છે અને તે શરીરમાં પાણીની ઉણપને પૂર્ણ કરે છે. આ સાથે કેળામાં રહેલા ઈલેક્ટ્રોલાઈટ્સ અને મિનરલ્સ શરીરમાં રોગપ્રતિકારક શક્તિ વધારે છે. આવી સ્થિતિમાં શરદી અને ઉધરસની સ્થિતિમાં કેળાનું સેવન ખૂબ જ ફાયદાકારક છે.
બ્રોકલી એક એવું શાકભાજી છે જેમાં વિટામીન એ, વિટામીન સી, વિટામીન ઈ અને ફાઈબર ભરપૂર માત્રામાં હોય છે. બ્રોકલીના સેવનથી રોગપ્રતિકારક શક્તિમાં સુધારો થાય છે.
જો કે લસણ ઘણા સ્વાસ્થ્ય ગુણોથી ભરપૂર છે, પરંતુ તેના સેવનથી ફ્લૂ અને ઈન્ફેક્શનની સમસ્યા પણ દૂર થાય છે. લસણના નિયમિત સેવનથી તમે તમારી રોગપ્રતિકારક શક્તિ વધારી શકો છો.
શરદી અને ઉધરસની સમસ્યાને દૂર કરવા માટે તમે મધનું સેવન કરી શકો છો. મધમાં એન્ટિમાઇક્રોબાયલ ગુણ હોય છે, જે ગળામાં બળતરા અને સોજાને દૂર કરી શકે છે. તમે ચા અથવા ગરમ લીંબુ પાણીમાં મધ મિક્સ કરીને તેનું સેવન કરી શકો છો.
સદીઓથી હળદરનો ઉપયોગ વાયરલ સમસ્યાઓને દૂર કરવા માટે કરવામાં આવે છે. હળદરમાં મળતા કર્ક્યુમિન કમ્પાઉન્ડ તેને શરદી અને ઉધરસ જેવી સમસ્યાઓ સામે લડવામાં અસરકારક બનાવે છે.
એન્ટિફંગલ, એન્ટિબેક્ટેરિયલ, એન્ટિ-ઇન્ફ્લેમેટરી અને એન્ટિસેપ્ટિક ગુણોથી ભરપૂર લવિંગ શરદી અને ઉધરસની સમસ્યાના ઇલાજમાં ખૂબ જ ફાયદાકારક છે. લવિંગનો ઉપયોગ સદીઓથી જડીબુટ્ટી તરીકે કરવામાં આવે છે.
ખાંસી, ગળામાં ખરાશ અને સોજા જેવી સમસ્યાઓમાં આદુનો ઉપયોગ વારંવાર કરવામાં આવે છે. તેના સંયોજનો વાયરલ સમસ્યાઓ સામે લડવામાં અત્યંત અસરકારક છે. તેમજ આદુનું સેવન કરવાથી કોલેસ્ટ્રોલનું સ્તર ઓછું અને સ્થિર બને છે.