Corn HotDog: મૌસમ ગમે તે હોય, આ રેસીપી બનાવી દેશે તમારો મૂડ, એકવાર જરૂર ટ્રાય કરો
અહીં એક ટેસ્ટી કોર્ન હોટડોગ રેસીપી છે જે તમે માત્ર થોડી જ વસ્તુઓનો ઉપયોગ કરીને ઘરે જ બનાવી શકો છો.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appહાલમાં મૌસમ પણ પોતાનો મિજાજ સતત બદલી રહ્યું છે ત્યારે બદલાતા મૌસમમાં તમે ચોક્કસથી ટેસ્ટી કોર્ન હોટડોગ બનાવો અને મજા માણો
કોર્ન હોટડોગ બનાવવા માટે તમારે ફક્ત હોટડોગ બ્રેડ, રાંધવા માટે તૈયાર સોસેજ, સ્વીટ કોર્ન, ડુંગળી, ટામેટાં, લીંબુનો રસ, લાલ મરચું પાવડર, મેયોનિઝ અને મીઠું જેવી વસ્તુઓની જરૂર પડશે.
આ રેસીપીમાં અમે મોક-મીટ સોસેજનો ઉપયોગ કર્યો છે, જેને શાકાહારી સોસેજ તરીકે પણ ઓળખવામાં આવે છે, જો કે તમે માંસાહારી સોસેજનો પણ ઉપયોગ કરી શકો છો.
સૌપ્રથમ મકાઈનાં દાણાને એક વાસણમાં કાઢી લો. ત્યારબાદ બીજા અન્ય એક વાસણમાં 2 કપ પાણી ઉકાળો. જ્યારે પાણી ઉકળવા લાગે ત્યારે તેમાં મકાઈ નાખો અને 2 મિનિટ સુધી ધીમા તાપે પકાવો. મકાઈને કાઢીને ઠંડા પાણીમાં નાખો.
એક નોન સ્ટિક પેનમાં માખણ ગરમ કરો. સોસેજ ઉમેરો અને થોડી વાર સુધી ફ્રાય કરો. જો તમે ઈચ્છો તો હોટ ડોગ બ્રેડને પણ ટોસ્ટ કરો.
એક બાઉલમાં સ્વીટ કોર્ન સાથે બારીક સમારેલી ડુંગળી અને ટામેટાં ઉમેરો. સ્વાદ મુજબ મીઠું, લીંબુનો રસ, લાલ મરચું પાવડર અને મેયોનીઝ ઉમેરો. એક હોટડોગ બ્રેડ લો અને તેને વચ્ચેથી કાપી લો. તેમાં મકાઈ ભરીને સોસેજ સ્ટફ કરો. તો તૈયાર છે ટેસ્ટી કોર્ન હોટડોગ