Skin Care Tips: સ્ટ્રેચ માર્ક્સથી મળશે કાયમ માટે છૂટકારો, ઘરે બનેલી આ ક્રીમનો કરો ઉપયોગ
સ્ટ્રેચ માર્કસના કારણે મોટાભાગના લોકો પરેશાન રહે છે. ઘણી વખત આ સ્ટ્રેચ માર્કસ અકળામણનું કારણ બની જાય છે. તેનાથી બચવા માટે ઘણા લોકો મેડિકલ ટ્રીટમેન્ટનો સહારો લે છે. પરંતુ જરૂરિયાત કરતાં વધુ દવાઓ લેવાથી સ્વાસ્થ્યને નુકસાન થાય છે. આવી સ્થિતિમાં, તમે આ ઘરેલું ઉપાયનો ઉપયોગ કરીને સ્ટ્રેચ માર્ક્સથી છુટકારો મેળવી શકો છો.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appખાસ કરીને મહિલાઓમાં સ્ટ્રેચ માર્ક્સની સમસ્યા જોવા મળે છે. આ ત્વચા પર લાલ કે સફેદ નિશાન હોય છે, જે ત્વચાના ખેંચાણને કારણે બને છે. તેને દૂર કરવા તમે કુદરતી ઘટકોમાંથી ઘરે બનાવેલી ક્રીમનો ઉપયોગ કરી શકો છો.
ઘરે ક્રીમ બનાવવા માટે તમે પહેલા એલોવેરા જેલ અને વિટામિન ઇ કેપ્સ્યુલ્સનો ઉપયોગ કરી શકો છો. તમારે એક બાઉલમાં એલોવેરા જેલ લેવાનું છે. વિટામીન E કેપ્સ્યુલ તોડી તેનું તેલ કાઢો. બંનેને સારી રીતે મિક્સ કરો અને સ્ટ્રેચ માર્ક્સવાળી જગ્યા પર લગાવો અને હળવા હાથે મસાજ કરો. આમ કરવાથી સ્ટ્રેચ માર્ક્સ ઘટાડી શકાય છે.
આ સિવાય તમે કોકો બટર અને કોકોનટ ઓઈલનો ઉપયોગ કરીને સ્ટ્રેચ માર્કસ માટે ક્રીમ બનાવી શકો છો. આ માટે તમારે કોકો બટર અને નારિયેળ તેલને સમાન માત્રામાં મિક્સ કરીને પેસ્ટ તૈયાર કરવી પડશે. આ પેસ્ટને થોડા સમય માટે રાખો, પછી તેને સ્ટ્રેચ માર્ક્સવાળી જગ્યા પર લગાવો.
તમે બદામનું તેલ અને એલોવેરા જેલને મિક્સ કરીને ઘરે આવી જ ક્રીમ તૈયાર કરી શકો છો. બંનેને સમાન માત્રામાં લઈને પેસ્ટ બનાવો અને તેને સ્ટ્રેચ માર્ક્સવાળી જગ્યા પર લગાવો. આ બધી ક્રીમનો ઉપયોગ કરવા માટે યોગ્ય રીતે સ્નાન કરો અને તમારા શરીરને સંપૂર્ણપણે સુકવો, કારણ કે ભીના શરીર પર ક્રીમનો ઉપયોગ કરવાથી કેટલાક લોકોને એલર્જી થઈ શકે છે.
શરીર સુકાઈ જાય પછી આ ક્રીમનો ઉપયોગ કરો. આ ક્રીમ એ જગ્યા પર લગાવો જ્યાં સ્ટ્રેચ માર્ક્સ ફેલાય છે. આ બધી ક્રિમ તમે દિવસમાં બે વાર લગાવી શકો છો. આ ક્રીમનો ઉપયોગ કરતા પહેલા, પેચ ટેસ્ટ કરો કારણ કે કેટલાક લોકોને ફોડલીઓ થઈ શકે છે.