Summer Health Tips: ઉનાળામાં વયસ્ક વ્યક્તિએ રોજ કેટલું પીવું જોઇએ પાણી, ડોક્ટરે દર્શાવી માત્રા
સમગ્ર ભારતમાં તાપમાન વધવા લાગ્યું છે અને લોકો ગરમીનો અહેસાસ કરી રહ્યા છે. આગામી થોડા અઠવાડિયામાં ગરમીનો કહેર વર્તાવા લાગશે. ગરમીથી બચવા માટે શરીરને હાઇડ્રેટેડ રાખવું ખૂબ જ જરૂરી છે. જો તમે ઉનાળામાં દરરોજ પૂરતા પ્રમાણમાં પાણી પીશો તો તમે ડિહાઈડ્રેશન સહિતની ઘણી સમસ્યાઓથી બચી શકશો.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appનિષ્ણાતોના મતે ઋતુ પ્રમાણે શરીરને પાણીની વધુ કે ઓછી જરૂર હોય છે. શિયાળામાં ઓછું પાણી પીવાથી પણ તમે હાઇડ્રેટ રહી શકો છો, જ્યારે ઉનાળામાં હાઇડ્રેટ રહેવા માટે તમારે વધુ પાણીની જરૂર પડે છે. હવે પ્રશ્ન એ છે કે ઉનાળાની ઋતુમાં દરરોજ કેટલા લીટર પાણી પીવું જોઈએ?
તબીબના મત મુજબ ઉનાળામાં દરેક વ્યક્તિએ હાઈડ્રેટ રહેવા માટે દરરોજ ઓછામાં ઓછું 2.5 થી 3 લિટર પાણી પીવું જોઈએ. આમ કરવાથી તમે હાઇડ્રેટ રહેશો અને કિડનીમાં પથરી જેવી સમસ્યાઓથી પણ સુરક્ષિત રહેશો
યુરોલોજિસ્ટ્સ કહે છે કે, જો તમે દિવસ દરમિયાન પૂરતું પાણી પીતા નથી, તો ડિહાઇડ્રેશન સાથે કિડનીમાં પથરીનું જોખમ પણ વધી જાય છે. આ સિવાય પાણીની ઉણપ પણ શરીરના ઇલેક્ટ્રોલાઇટ સંતુલનને બગાડે છે. આ બધી બાબતોથી બચવા માટે પુરતુ પાણી પીવું જોઈએ.
ડો.અમરેન્દ્ર પાઠકના જણાવ્યા અનુસાર, પાણી પીવું સ્વાસ્થ્ય માટે ખૂબ જ જરૂરી છે, કારણ કે તે આપણા શરીરમાંથી પેશાબના રૂપમાં નકામા પદાર્થોને બહાર કાઢવામાં મદદ કરે છે. જો કે તમામ લોકોએ જરૂરિયાત મુજબ પાણી પીવું જોઈએ, પરંતુ જે લોકોને કિડની સ્ટોનની સમસ્યા હોય તેમને શક્ય તેટલું વધુ પાણી પીવાની સલાહ આપવામાં આવે છે.
ઉનાળામાં માત્ર પાણી પીવું પૂરતું નથી, પરંતુ ઋતુ પ્રમાણે આહારમાં ફેરફાર કરવાની જરૂર છે. લોકોએ ઉનાળામાં તેમના આહારમાં પ્રવાહીનો પણ સમાવેશ કરવો જોઈએ જેથી કરીને શરીરમાં પ્રવાહીની માત્રાને નિયંત્રિત કરી શકાય અને સ્વાસ્થ્યને સુધારી શકાય.