How To Control Uric Acid: યુરિક એસિડને કંટ્રોલ કરવા માંગો છો, આજથી ખાવાનું શરુ કરી દો આ વસ્તુ
જો શરીરમાં યુરિક એસિડની માત્રા વધી જાય છે, તો તમે હાઈપરટેન્શન, હૃદય રોગ, કિડનીની પથરી અને સાંધા જેવી બીમારીઓનો ભોગ બની શકો છો. તમને જણાવી દઈએ કે, તે લોહીમાં જોવા મળતો કચરો છે, જે પેશાબ દ્વારા બહાર નિકળેછે, પરંતુ જ્યારે તે શરીરમાં વધુ પ્રમાણમાં બનવા લાગે છે, ત્યારે કિડની તેને બહાર કાઢી નથી શકતી. તે સાંધામાં જમા થઈ જાય છે અને પીડા અને સોજો પેદા કરે છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appખરાબ જીવનશૈલી અને ખાવાની ખોટી આદતોને કારણે થતી આ સમસ્યાને ડાયેટમાં કેટલીક જરૂરી વસ્તુઓનો સમાવેશ કરીને પણ ઠીક કરી શકાય છે. ચાલો તમને એવી 4 વસ્તુઓ વિશે જણાવીએ, જેનું સેવન કરીને તમે પણ યુરિક એસિડને કંટ્રોલમાં લાવી શકો છો.
જો તમે પણ હાઈ યુરિક એસિડની સમસ્યાથી પરેશાન છો, તો જાણી લો કે તમે બીટરૂટનું સેવન કરીને પણ ફાયદા મેળવી શકો છો. વિટામિન્સ, મિનરલ્સ અને કાર્બોહાઇડ્રેટ્સ જેવા ઘણા પોષક તત્વોથી ભરપૂર આ બીટરૂટમાં કિડનીની ફિલ્ટરિંગ ક્ષમતા વધારવાની ક્ષમતા હોય છે. જો તમને તે પસંદ ન હોય તો તમે તેને સફરજન અથવા દાડમ સાથે મિક્સ કરીને ખાઈ શકો છો.
યુરિક એસિડના દર્દીઓ માટે પણ કોફી ખૂબ સારી માનવામાં આવે છે, તેમાં રહેલા પોષક તત્વો શરીરમાં વધેલા યુરિક એસિડને નિયંત્રિત કરવામાં મદદ કરે છે. કિડનીના યોગ્ય કાર્યમાં પણ કોફીનું સેવન ફાયદાકારક માનવામાં આવે છે.
હાઈ યુરિક એસિડના કિસ્સામાં પપૈયાનું સેવન ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે. તમને જણાવી દઈએ કે તેમાં 'પેપેન' નામનું પ્રોટીઓલિટીક એન્ઝાઇમ જોવા મળે છે, જે બળતરા વિરોધી હોવાથી શરીરને આલ્કલાઇન સ્થિતિમાં રાખે છે. આ ઉપરાંત, તે પ્રોટીનને પચાવવામાં પણ ખૂબ મદદરૂપ માનવામાં આવે છે, જે લોહીમાં યુરિક એસિડના નિર્માણને રોકવામાં મદદ કરે છે.
હાઈ યુરિક એસિડની સમસ્યામાં પણ સંતરાનો રસ ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે. તમને જણાવી દઈએ કે, તેમાં રહેલા ગુણો યુરિક એસિડને નિયંત્રિત કરવામાં મદદ કરે છે અને તેને ખાવાથી કિડની સહિત શરીરના ઘણા ભાગોને ઘણો ફાયદો થાય છે.