Grilled Mexican Corn: મોનસૂનમાં ગરમાગરમ મેક્સિકન કોર્ન સ્વાદની સાથે સ્વાસ્થ્ય પણ જાળશે, જાણો રસિપી
Grilled Mexican Corn: આ એક સિંઝલિગ હોટ રેસિપી છે. જે બનાવવામાં ખૂબ જ સરળ છે. શેકેલી મેક્સિકન મકાઈ પણ સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appગ્રિલ્ડ મેક્સિકન કોર્ન એ એક પરફેક્ટ પાર્ટી રેસિપી છે. ગ્રીલ્ડ મેક્સીકન સ્ટાઇલ કોર્ન એવી વસ્તુ છે જે નાનો મોટા સૌ કોઇ પસંદ કરે છે. તમે ઘરે ટ્રાય કરી શકો છો.
આ સિઝલિંગ રેસીપી બનાવવા માટે, એક ગ્રીલરને આગ પર ગરમ કરો. ગ્રીલર તૈયાર થઈ જાય પછી, તેના પર મકાઈ મૂકો. મકાઈની એક બાજુ શેકાઇ જાય એટલે બધી બાજુ ફેરવીને પકાવો.
મકાઈ શેકાઇ રહી છે દરમિયાન એક મિડિયમ મિક્સિંગ બાઉલ લો. અને તેમાં મેયોનેઝ, સ્મોક્ડ બાર્બેક્યુ સોસ, લાલ મરચું પાવડર, લીંબુનો રસ, કાળા મરી અને મીઠું ઉમેરો. મિશ્રણ ભેળવે ત્યાં સુધી બરાબર હલાવો.
મકાઇ બરાબર શેકાઇ ગયા બાદ તેમાં તૈયાર કરેલો મેયોનેઝને સમાન રીતે લગાવો અને બાદ ગરમાગરમ પીરશો.
આ એક ટેસ્ટ અને ફટાફટ બનતો નાસ્તો હોવાની સાથે સ્વાદિષ્ટ પણ છે. તેના સેવનથી અનેક ફાયદા થાય છે.
મકાઇની સૌથી વધુ સારી વાત એ છે કે, તે એક ડાયટ ફૂડ છે. ભરપેટ તેના સેવનથી પણ વજન નથી વધતું