skin care in summer: ઉનાળામાં તમારી સ્કિનની આ રીતે રાખો સંભાળ
હવામાન પ્રમાણે ત્વચાની કાળજી લેવી જરૂરી છે. જેમ કે શિયાળામાં ત્વચા શુષ્ક થઈ જાય છે. તેવી જ રીતે ઉનાળામાં આકરા તડકા, ભેજ અને ગરમીના કારણે ચહેરો ચીકણો દેખાવા લાગે છે. ઉનાળામાં સ્કિનની અનેક સમસ્યાઓ થાય છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઆવી સ્થિતિમાં ત્વચાની સંભાળ ખૂબ જ જરૂરી બની જાય છે. સનબર્નને કારણે ત્વચાને નુકસાન થવાની સમસ્યાઓ વધે છે. બહાર નિકળો ત્યારે સનસ્ક્રીનનો ઉપયોગ કરો.
સ્કિન હેલ્ધી રહેશે અને યૂવી કિરણોથી બચાવશે. સનસ્ક્રીનની સાથે સાથે મોઈશ્ચરાઈઝરનો પણ ઉપયોગ કરો જેથી તમારી સ્કિન સારી રહેશે.
ઉનાળામાં ત્વચાને હાઇડ્રેટ રાખવા માટે પાણીનું સેવન ખૂબ જ જરૂરી છે. મેકઅપ દૂર કરવાનું ભૂલશો નહીં.
રાત્રે સૂતા પહેલા અઠવાડિયામાં એકવાર એક્સફોલિએશન કરો. ઉનાળામાં સ્કિનની સંભાળ ખૂબ જ જરુરી બને છે.
ઉનાળામાં સતત પાણી પીતા રહેવું જોઈએ. જેથી કરીને શરીરમાં પાણીનું પ્રમાણ જળવાઈ રહે.
ઉનાળાની ઋતુમાં ખાનપાનનું ધ્યાન રાખવું ખૂબ જ જરૂરી છે. આવી સ્થિતિમાં, બહારથી તળેલું, મસાલેદાર અને બિનઆરોગ્યપ્રદ ખોરાક જેવા જંક ફૂડ ઓછા ખાઓ.